ગર્ભસ્થ શિશુનો વિકાસ
- અંદાજીત ગર્ભાધાનના 21માં દિવસે એટલે કે પાંચમાં અથવાડિયાની સગર્ભાવસ્થામાં શિશુનું હૃદય ધબકવાનું શરુ કરશે.
- હૃદય હવે ધીમે ધીમે વિક્સીત બની ચાર ખાનાવાળુ બની જશે. જે જીવનભર રક્ત સંચાર કરશે.
- શિશુનાં હાથ તથા પગ જેમાંથી બનશે તે શરીરના ભાગો બનવાનું પ્રારંભિક માળખુ બનશે. ધીમે-ધીમે હાથ-પગ-આંગળી-નખ બનશે.
- ગર્ભનાળનું સર્જન થશે જે માતામાંથી પોષક દ્રવ્યો માતાને શુધ્ધિકરણ અને નિકાલ માટે આપશે.
- મગજનો વિકાસ ખૂબ ઝડપી હોવાથી મસ્તક શારીરીક માળખામાં સૌથી વધુ મોટુ જણાય છે.
- આવનારા મહિનાઓમાં આપના શિશુના મગજમાં લગભગ 10 કરોડ ચેતાકોષ બનશે. છેને અદભૂત...!
- શિશુના આંખ-કાન-નાક્નું ભાવિ માળખુ તૈયાર થશે.
- આંખના લેંસ અને રેટીના નાકના નસકોરા વિ. અતિ પ્રારંભિક અવસ્થામાં બની ચૂક્યા હશે.
- શિશુનાં આંતરડા શરુઆતની અવસ્થામાં ગર્ભનાળના માળખામાં બની ધીરે- ધીરે પેટના ભાગમાં આવશે.
- બીજા માસના અંતે ગર્ભસ્થ શિશુ લગભગ અડધા ઈંચની લંબાઈવાળુ અને અંદાજીત 1 ગ્રામ વજનનુ હશે.
માતાના શારીરીક ફેરફાર
- આપના વજનમાં અડધાથી એક કિલોનો વધારો થશે.
- આપની કમર અને સ્તનનો ઘેરાવો વધશે.
- યોનિદ્વાર આસપાસની કોશિકાઓ ભૂરી જણાઈ શકે છે.
- યોનિ વાટે આવતુ પ્રવાહી પ્રમાણમાં જાડુ અને ચીકાશ વાળુ હોય શકે છે.
- વિકસતુ ગર્ભાશય આગળ ઉપર મૂત્રાશય પર દબાણ કરે છે. આથી આપને વારંવાર પેશાબ કરવા જવુ પડશે.
- સગર્ભાવસ્થા સાથે સંકળાયેલ ઉલ્ટી-ઉબકાથી આપ કદાચ પરેશાન થઈ ગયા હશો.
સમજુ માતાની જવાબદારી
- વ્યવસ્થિત રીતે નિર્ધારીત સમયાંતરે આપના પ્રસુતિ વિશેષજ્ઞને ચેક અપ માટે મળતા રહો.
- નિયમિત પણે હલવો વ્યાયામ- ચાલવાનું – તરવાનું વિ. કસરતો ચાલુ રાખો.
- સ્વસ્થ સંતુલિત આહાર લો. પ્રતિ દિન 6-8 ગ્લાસ પાણી પીવો.
- ડોક્ટરે સુચિત દવા કે વિટામીન લેવાનું ભૂલશો નહિ.
- પેઈંટ માટેના રંગો-સ્પ્રે- અને જંતુ નાશક દવાઓ થી દૂર રહેશો.
- ગર્ભાવસ્થા વિશેનું સામાન્ય જ્ઞાન પીરસતા પુસ્તકો વેબસાઈટ જોવાનું ચાલુ કરો.
- અનુભવી મિત્રો કે સગાસંબધી સાથે બેસી સગર્ભાવસ્થા વિશે જ્ઞાન મળે તેવી ચર્ચા કરો.
- જરુરી લેબોરેટરી તપાસ જેવીકે હિમોગ્લોબીન- બ્લડ ગ્રુપ – કમ્પ્લીટ બ્લડ કાઉંટ- પેશાબ તપાસ – થેલેસેમીયા માટે તપાસ વિ. તબીબી સલાહ અનુસાર કરાવી લો.