માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો સાતમો માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

 1. શિશુનું મગજ હવે શરીરના ઘણા ખરા ભાગો પર નિયંત્રણ કરે છે.
 2. મગજમાં થતા ઈલેકટ્રીક તરંગો હવે ઘણાં સુનિર્દેશીત અને લગભગ નવજાત શિશુ જેવા હોય છે.
 3. શરીરના માળખાને ટેકો આપતી કરોડના અસ્થિ રચનામાં હવે લગભગ 150 સાધા 33 રીંગ અને 1000 લીગામેન્ટસ વડે મજબૂત રચનાકીય માળખુ બને છે.
 4. નાકના નસકોરા અને તેની સૂંઘવાની શક્તિ ધીમે ધીમે ખીલતી જાય છે.
 5. આંખો જે 11મા અઠવાડીયાથી બંધ રહી હતી તે હવે ખૂલે છે. ધીમે ધીમે આંખો ખોલ બંધ કરતા શિશુ ગર્ભાશયમાં નજર દોડાવે છે. આંખની પાંપણ અને નેણ હવે ખૂબ વ્યવસ્થિત જોઈ શકાય છે.
 6. શ્રાવ્ય શક્તિનો ભરપૂર ફાયદો ઉઠાવી શિશુ મ્યુઝિક થેરાપી ગ્રહીત કરે છે. આપના અને  પર્યાવરણના આવાજો સાંભળે છે.
 7. માથાના વાળનો વિકાસ ચાલુ રહે છે. જોકે ઘણા શિશુને વાળ ખૂબ ઓછા તો કોઈને ખૂબ વધુ હોય છે. જાણે કે જન્મતા વેંત હેરકટ માટે તૈયાર હોય છે !!! .
 8. હોઠ અને નસકોરા નીચેના વિભાગમાં ખૂબ સંવેદનશીલ તંતુઓ વિકસે છે. જેથી જન્મ પછી શિશુને સ્તનપાન માં મદદ મલે છે.
 9. ફેફસાનો વિકાસ હવે વધુ રફ્તાર પકડે છે.  “સરફેક્ટંટ “ (surfactant) નામક દ્રવ્યનું પ્રમાણ વધે છે.
 10. શિશુના વિકાસ માં મુખ્યત્વે સ્નાયુ ઓ અને અસ્થિઓનો ઘણો ભાગ છે. ચરબી જમા થવાનું હવે પછી થી આખરી ત્રણ માસમાં થશે.
 11. આ માસના અંતે શિશુ લગભગ 14.8 ઈંચ (38 સેમી) અને અંદાજીત 1006 ગ્રામ વજન ધરાવતુ હશે.
 12. સૌથી અગત્યનુ આ માસને અંતે શિશુનો અધૂરા માસે જન્મ થશે તો પણ 90% શિશુને આધુનિક સારવારથી બચાવી શકાય. જ્યારે કદાચ 6 માસના અંતે જો જન્મ થાય તો માત્ર 50% શિશુને જ બચાવવુ શક્ય બને છે.

માતાના શારીરીક ફેરફારો

 1. આપના વજનમાં શરુઆતથી કુલ 7 થી 8 કિલો જેટલો વધારો નોંધાશે.
 2. ગર્ભશયની ઉંચાઈ વધતા હવે ડૂંટીથી ઉંચે સુધી વિકાસ પામે છે અને તે તપાસ કરવુ સહેલુ છે.
 3. ગર્ભસ્થ શિશુના શરીરના અંગો હવે આપ આસાની થી સ્પર્શી શકસો.
 4. વધુ થાક લાગશે-પરસેવો વળશે.
 5. વધતા ગર્ભાશય સાથે હળવો પેટના નીચેના ભાગનો દઃખાવો કે કમરમાં ક્યારેક હળવો દુઃખાવો કે કમરમાં ક્યારેક હલવો દુઃખાવો કે પગની સામાન્ય તૂટ કળતર જોવા મળશે. જેનું પ્રમાણ વધારે જણાય તો ચોક્કસ તબીબી સલાહ લેવી.
 6. ગર્ભાશય વધવાથી મૂત્રાશય અને મળાશય પર દબાણ સર્જાવાથી વારંવાર પેશાબ કે સંડાશ જવાઅની ઈચ્છા થવી સ્વાભાવિક છે.

સમજુ માતાની જવાબદારી

 1. નિયમીત તબીબી સલાહ લેશો.
 2. ગર્ભાશયના સ્નાયુનું હળવુ સંકોચન વિસ્તરણ અનુભવો ત્યારે શાંતિપૂર્વક રહેવાની પધ્ધતિ શીખો.
 3. કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
 4. સંતુલિત આહાર અને નિયમિત દિન ચર્યા રાખો.