માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

2.5 વર્ષનું નિઃસંતાનપણુ

મારા લગ્નને અઢી વર્ષ થયા અમે છેલ્લા દોઢ વર્ષ થી સંતાન પ્રાપ્તિ માટે કોશીશ કરીએ છીએ પરંતુ સંતાન પ્રાપ્તિ થઈ નથી. તો શું કરવુ ? - નરેશ ભાઈ (અમદાવાદ)

અમારો જવાબ : આપના જેવા દંપતિ માટે આપણી વેબસાઈટ પર જ નિઃસંતાન દંપતિ માટે જરુરી માર્ગદર્શક વિભાગ મૂકેલ છે. આમાં વર્ણવેલા વિવિધ કારણો ધ્યાન પૂર્વક જોઈ લેશો. આપના કિસ્સામાં કોઈ સ્ત્રીરોગ વિશેષજ્ઞ કે વંધ્યત્વ નિષ્ણાતની મુલાકાત લઈ તેમની સલાહ મુજબ પતિ અને પત્ની બંનેની જરુરી તમામ તપાસ કરાવવી જરુરી છે. ખોટા અંધ્શ્વધ્ધા કે અન્ય માન્યતામાં પડ્યા વગર ચોક્કસ નિદાન અને પછી જરુરી હોય તો આધુનિક ચિકિત્સા પધ્ધતિનો લાભ લેવાથી ફાયદો થઈ શકે. ઓલ ધ બેસ્ટ ....