માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો તૃતીય માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

  1. ગર્ભસ્થ શિશુ હવે મહદ અંશે એક માનવબાળની સૂક્ષ્મ પ્રતિકૃતિ જેવુ લાગે છે.
  2. માથુ આંખ-કાન-નાક વિ. ચહેરાઅની રુપરેખા લગભગ નિર્ધારિત બનશે.
  3. હાડકા અને સ્નાયુઓની ગોઠવણ શરીરનું માળખાકિય બંધારણ યોગ્ય રીતે ગોઠવવાનું ચાલુ થશે.
  4. ઘણાંખરા હાડકાના જોડાણો-સાંધા બની ચૂક્યાઅ હશે જેથી શિશુ થોડી પ્રાથમિક કક્ષાનું હલનચલન કરશે. પરંતુ આ ખૂબજ સૂક્ષ્મ અને ક્ષણિક હલન ચલન હોવાથી આપને આનો અહેસાસ થશે નહિ.
  5. મગજના સુપર સ્પીડે થતા વિકાસને લીધે માથાનું કદ શરીરની કુલ લંબાઈના 50% જેટલુ થઈ જશે. મગજમાં ઈલેક્ટ્રૈક પ્રવાહોનું વહન જોવા મળે છે.
  6. આંખ મુખ્યત્વે બંધ રહે છે. આંખની આંતરિક રચના અને કીકીનો રંગ મહદ અંશે નિરધારીત બનશે.
  7. કાનનો બાહ્ય ભાગ પોતાનું આખરી રૂપ આપવા માળખાકીય રીતે સજ્જ બનશે.
  8. શરીરના આંતરીક અવયવોની પ્રારંભિક રૂપરેખા-રચના પૂર્ણ થશે.
  9. શિશુનું હૃદય હવે 120-160/ મિનિટ ધબકશે. જે ડોપલર મશીન થી સાંભળી શકાય છે. આવા સમયે શિશુનો કાર્ડીયોગ્રામ પણ શક્ય છે.
  10. આંતરડાની પ્રારંભિક રચના બની તે શિશુના શરીરમાં ધીરે-ધીરે યોગ્ય સ્થળે ગોઠવાશે.
  11. યકૃત-સ્વાદુપિંડ વિ. કાર્ય કરવાની શરુઆત કરશે.
  12. હાથ- પગની આંગળીમાં નખ તથા શરીર પર વાળનું સર્જન થશે.
  13. આ માસના અંતે શિશુની લંબાઈ લગભાગ 2 ઈંચ અને વજન અંદાજે 14 ગ્રામ થશે...!
  14. અભિનંદન...! શિસુની રચનાનું માળખાકીય કાર્ય અહિં પૂર્ણ થશે. શરીર રચનાની ખોડખાંપણ મુખ્યત્વે પ્રથમ ત્રણ માસમાં જ સર્જાતી હોય છે અને તે વધુ ગંભીર હોય છે. આથી હવે આપ થોડા નિશ્ચિંત થઈ શકો છો.

માતાના શારીરીક ફેરફાર

  1. ગર્ભાશયમાઅં શિશુ જે કોથળીનુમા આવરણમાં છે તેમાં પ્રવાહી દ્રવ્ય- એમ્નિઓટીક ફ્લ્યુઈડ અંદાજે 50 મિલિ જેટલુ થશે. શિશુ તેમાં તરતુ હોય છે
  2. ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભાશયનું કદ પણ વધતુ હોય છે. પરંતુ હજુ તે પેડુના ભાગે પ્યુબિક બોન લગોલગ રહેશે. જે પેતની તપાસ દરમ્યાન નિષ્ણાંત તપાસી શકે છે.
  3. આપને વધુ ભૂખ લાગશે. પરંતુ ખાવાના વિવિધ ટેસ્ટ પ્રત્યે થોડુ ખેંચતાણ અને કોઈ એક સ્વાદ વધ પસંદ પડી શકે
  4. મહિનાના અંત સુધીમાં આપની ઉલ્ટીની સમસ્યા થોડી હળવી બનશે.
  5. થાક અને પરસેવો વધુ થશે.
  6. સ્વભાવમાં થોડુ પરિવર્તન કે વિનાકારણ ક્યારેક કિડીયાપણુ કે બેચેની જોવા મળી શકે છે.
  7. ઘણા કિસ્સામાં મહિનાના અંત સુધીમાં કબજીયાત રહેવાનું ચાલુ થશે.

સમજુ માતાની જવાબદારી

  1. યોગ્ય તબીબી સલાહ લેતા રહો.
  2. સ્વાદાનુસાર યોગ્ય અને સંતુલિત આહાર લેશો.
  3. હળવો વ્યાયામ કરાવાનુ ચાલુ રાખશો.
  4. પ્રસુતિ નું આર્થિક અને સામાજિક આયોજન વિચારવાનું શરુ કરો.