માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો આઠમો માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

 1. શિશુ હવે નવજાત શિશુની પ્રતિકૃતિ સમાન લાગે છે.
 2. તેના શરીરમાં હવેના તબક્કે ચરબી-હાડકામાં કેલ્શયમ અને ફોસ્ફોરસ અને અન્ય તત્વો અને બીજા ઉપયોગી તત્વો સંગ્રહિત થવાનું કાર્ય થશે.
 3. મગજનો વિકાસ હજુ એજ ઝડપે અટપટા એવા ચેતાકોષો અને તંતુના જોડાણો સર્જે છે.
 4. પંચેંદ્રીયના વિકાસ સાથે શિશુ હવે જોવા-સાંભળવા-સ્પર્શ-સ્વાદ અને સૂંઘવાની શક્તિ વિકસાવે છે અને પ્રયોગ દ્વારા વધુ માહેર બને છે.
 5. ગર્ભાશયમાં શિશુ હજુ ફરે છે. પરંતુ તેનુ માથુ સમાન્યતઃ ઉપર રહે છે. જ્યારે નવમાં માસે તે નીચે તરફ ખસે છે. ત્યાં સુધી પેટમાં થતી કુદાકુદ જાણે કે સર્કસ નો ખેલ ચાલુ હોય તેવુ લાગશે. જોકે માસના અંતે આ હલનચલન વિકાસને લીધે જગ્યા ઓછી પડતા ઓછુ થશે.
 6. ગર્ભાશયની કોઠળીમાં હજુ પણ શિશુ ફરતે અંદાજે 750 મિલિ જેટલુ પ્રવાહી ફરતુ થશે. જે આ માસના અંતે સગર્ભાવસ્થામાં સૌથી વધુ સ્તરે રહેશે.
 7. ત્વચા પરના શરુઆતના વાળ હવે ખરતા જશે. તેમનુ રક્ષણાત્મક કાર્ય હવે જરુરી નથી તેના સ્થાને હવે નવા વાળ આવશે.
 8. અસ્થિમજ્જાનો માવો હવે લોહીના રક્તકણો નું સર્જન કરે છે. જે શિશુના શરીરમાં ઓક્સિજન – કાર્બન ડાયોક્સાઈડની હેરફેર કરે છે.
 9. શિશુ હવે દિવસે મોટાભાગનો સમાય ઉંઘવામાં પસાર કરે છે. આ સમય દરમ્યાન તે સ્વપ્નો આપતી (REM) પ્રકારની ઉંઘ લે છે. શું આપ વિચારી શકો છો કે આપના લાડકા શિશુને કયા સપાનાઓ આવતા હશે. ??!!
 10. આ માસના અંતે શિશુ લગભગ 16.8 ઈંચ (42.4 સેમી) અને અંદાજીત 1702 ગ્રામ (1.7 kg) વજન ધરાવતુ હશે.
 11. આ માસને અંતે શિશુનો અધૂરા માસે જન્મ થશે તો પણ 95% શિશુને બચાવી શકાય છે.

માતાના શારીરીક ફેરફારો

 1. ગર્ભશયની ઉંચાઈ વધતા હવે નીચેની પાસળી સુધી વિકાસ પામે છે.
 2. આપને શિશુનું હલનચલન ક્યરેક રોજીંદી પ્રવૃતિ કે આરામ માં ખલેલ પહોંચાડશે કે નવાઈ પમાડશે.
 3. કમરનો હળવો દઃખાવો આપને પરેશાન કરશે.
 4. વધતા જતા ગર્ભાશયને લીધે શ્વાસ લેવામાં થોડી તકલીફ આ માસના અંતે સર્જાશે.
 5. લાંબા સમય બેસવા કે સૂઈ રહેવામાં થોડી તકલીફ અનુભવશો.

સમજુ માતાની જવાબદારી

 1. શરીર અને મન ને તણાવથી મુક્ત રાખવા કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
 2. હવે તબીબી સલાહ દર પંદર દિવસે લેશો.
 3. જરુરી આર્થિક આયોજન અને સામાજીક આયોજન ને આખરી ઓપ આપી દો.
 4. માતા અને શિશુમાટે જરુરી વસ્તુની ખરીદી પૂર્ણ કરો.