માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો ચતુર્થ માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

 1. મગજના વિકાસનું માળખુ અને ચેતાતંત્રની રુપરેખા મહદ અંશે પૂર્ણ થાય છે. પ્રારંભિક તબક્કાની હલંચલન જેવી ક્રિયાઓમાં ચેતાતંત્રની સક્રિયતા નજરે ચડે છે. ગર્ભસ્થ શિશુ હવે દુઃખ અનુભવી શકે છે. !!
 2. નવજાત શિશુની દુઃખ/ દુઃખાવા પ્રત્યેની સંવેદનશીલતા પ્રથમ વખત લગભગ હવે જોવા મળે છે.
 3. ગર્ભાશયનીએ કોથળીના પાણીમાં શિશુ તરતુ રહે છે. તે આ પાણી પણ હવે પી શકે છે. આ માસના અંત સુધીમાં આ પાણી અંદાજે 250 મિલિ જેટલુ થશે.
 4. ગર્ભસ્થ શિશુની ડોક હવે વિકસતા બાળકની દાઢી છાતીથી અલગ રહેશે.
 5. ચહેરાના અવયવો આંખ-નાક વિ. વધુ યોગ્ય જગ્યાએ ગોઠવાય છે.
 6. કાનના બાહ્ય ભાગની સાથે અંતઃકર્ણ ની સૂક્ષ્મ રચના ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધે છે. પરંતુ હજુ મગજ્માં સાંભળવાના કેન્દ્રો વિકસિત ન્થી હોતા આથી અવાજનું પૃથ્થ્કરણ શક્ય નથી.
 7. હૃદય પૂર જોશથી ધડકે છે અને લોહીનું પરિભ્રમણ હવે આ માસના અંત સુધીમાં લગભગ 24 લિટર પ્રતિ દિન સુધી પહોંચે છે. હૃદયના ધબકારા ડોપ્લર યંત્ર થી હવે સાંભળી શકાય છે.
 8. ફેફસાના ક્રમિક વિકાસ થી હવે શિશુ ધીમેધીમે પાણીમાં જ હળવા શ્વાસ લેવાનું ચાલુ કરશે.
 9. શરીરને આવરતી ત્વચા ખૂબ પાતળી હોય હાથ પગની લોહીની નળીઓ જોઈ શકાય છે. ત્વચા પર પાતળા વાળનું  આવરણ આવે છે જે શિશુને ગરમી જાળવવામાં મદદરૂપ થાય છે.
 10. હાથ પગ ધીમે ધીમે વધુને વધુ હલન ચલન કરતા થાય છે. સોનોગ્રાફી દ્વારા આ હલનચલન આસાનીથી જોઈ શકાય છે.
 11. હાથ પગની આંગળી અને તેના નખ વિકસિત થાય છે.

માતાના શારીરીક ફેરફાર

 1. હવે આપની સગર્ભાવસ્થાની નિશાની રૂપ પેટનો વધતો ઘેરાવો અને કમરથી ઉપર વધનુ ગર્ભાશય આસાનીથી નજરે ચડશે.
 2. પ્રતિ માસ આપનુ અંદાજીત એક થી દોઢ કિલો જેટલુ વજન  વધવુ સ્વાભાવિક છે.
 3. ડૂંટીથી પેડુ તરફ મદ્યભાગે એક સીધી રેખા ઘેરી/ કાળી બનતી જણાશે જેને “લીનીયા નાઈગ્રા” કહે છે.
 4. આપના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ ઝડપી અને વધુ પ્રમાણમાં થશે.
 5. ભૂખ વધારે લાગશે.
 6. થાક હવે પહેલાથી થોડો વધુ જણાશે. સગર્ભાવસ્થા વધુ આનંદદાયક જણાશે.

સમજુ માતાની જવાબદારી

 1. તબીબી સલાહ મુજબ વિટામીન અને અન્ય દવાઓ લેતા રહો.
 2. આપની બદલાતી પસંદગી અને સ્વાદાનુસાર ખોરાકનું મેનુ નક્કી કરી આહાર લેશો.
 3. પેશાબનો ચેપ ટાલવા ઓછામાં ઓછા છ થી આઠ ગ્લાસ પાણી પીવો.
 4. વિશેષજ્ઞ પાસે સગર્ભાવસ્થા માં કરવા યોગ્ય વ્યાયામ કરવાનુ ચાલુ રાખશો. અને ખાસ “ કીગેલ ” કસરતો કરતા શિખો.
 5. ખાસ પ્રકારના મેટરનીટી પોષાકો આપને હવે ઉપયોગી થશે.
 6. કારમાં બેસતી વખતે ખાસ ધ્યાન આપો કે સીટબેલ્ટ હવે પેટ પર નહિ પણ સાથળ પર પહેરો.