માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો છઠ્ઠો માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

 1. મગજના કોષોનો ખૂબ ઝ્ડપી વિકાસ ચાલુ રહેશે. આ માસમાં અત્યંત અટપટે એવીએ ચેતાકોષોની સૂક્ષ્મતમ ગોઠવણી થશે અને માનસિક  વિકાસ ની આ પ્રક્રિયા પ્રથમ પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.
 2. શિશુની શ્રાવ્ય શક્તિ સાથે યાદશક્તિ વધતી જતા તે વારંવાર સાંભળેલ પુસ્તક-ગીત-કે સંગીત યાદ રાખશે.
 3. હવે શિશુની ત્વચા પ્રમાણમાં થોડી જાડી થશે જેથી પારદર્શિતા ઘટશે. વળી ત્વચાની નીચે ચરબીનું પ્રથમ પડ બનશે.
 4. હાથ પગની હલન-ચલન હવે ખૂબ વ્યવસ્થિત તથા શક્તિશાળી હશે. જે માતા તરીકે આપ મહેસુસ કરી શકશો.
 5. શિશુના હૃદયના ધબકારા પણ હવે ડોક્ટર સ્ટેથોસ્કોપ થી સાંભળી શક્શે.
 6. શિશુના ફેફસાનો વિકાસ થઈ “સરફેક્ટંટ “ (surfactant) નામક દ્રવ્ય બનાવશે. જે શિશુના ફેફસાની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને ફેફસાને કાર્ય કરવા માટે ખૂબ જરુરી છે.
 7. હાથ પગની ત્વચામાં હવે ફિંગર પ્રિંટ લઈ શકાય તેવી રેખાઓ અંકિત થશે. આંખ-નેણ- પાપણ બનશે.
 8. સ્વાદ પારખતા તંતુઓ હવે માતાએ લીધેલા ખોરાક માટે પણ સંવેદના અનુભવે છે અને ગમો કે અણગમો વ્યક્ત કરે છે.
 9. શિશુ અંગૂઠો ચૂસવાની ક્રિયા કરે છે. ઘણુ ખરુ ગર્ભાશયની કોથળીમાનું પાણી પણ પીવે છે. જે પાચનતંત્રના વિકાસ માટે જરુરી છે.
 10. પેટના અવયવો લિવર-સ્વાદુપિંડ વિ. ની કાર્યક્ષમતા વધે છે.
 11. હવે આ માસના અંતે ગર્ભસ્થ શિશુ જો અધૂરા માસે જન્મે તો તેની ઘણી મુશ્કેલી સાથે પરંતુ બચાવવુ કદાચ શક્ય છે. જે એક તબીબી ક્ષેત્રે નવજાત શિશુ વિજ્ઞાનની ઉપલબ્ધિ છે.
 12. આ માસના અંતે શિશુ લગભગ 11.8 ઈંચ (30 સેમી) અને અંદાજીત 800 ગ્રામ વજન ધરાવતુ હશે.

માતાના શારીરીક ફેરફારો

 1. આપના વજનમાં આમાસે 1-1.5 કિલો વધશે. આમ શરુઆતથી કુલ 5-5.5  કિલો જેટલો વધારો નોંધાશે.
 2. ગર્ભશયની ઉંચાઈ વધતા હવે ડૂંટીની ઉંચાઈથી તપાસી શકાય છે.
 3. ગર્ભાશયના સ્નાયુ પ્રસુતિની પૂર્વ તૈયારી રુપે હળવુ સંકોચન વિસ્તરણ કરવાની પ્રક્ટીસ કરશે. જેથી આપને પેટના નીચેના ભાગે હળવો દુઃખાવો થશે.  જો આધ્ખાવો વધુ લાગે કે કલાકમાં ચાર અકે તેથી વધુ વાર અનુભવાય તો ચોક્કસ ડોક્ટરનો સંપર્ક સાધવો.
 4. સેક્સ અંગે આપની ઈચ્છામાં વધઘટ જોવા મળી શકે.

સમજુ માતાની જવાબદારી

 1. તબીબી સલાહ અનુસાર આયર્ન-વિટામીન ની ગોળી લેશો.
 2. ડાબા પડખે સુવાથી આપને સારુ લાગશે અને પગના સોજા ઓછા જણાશે.
 3. કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
 4. ગોદભરાઈ કે રાખડી બાંધવાના પ્રસંગ માટે તૈયાર રહો.
 5. અનુભવી મિત્રો-સ્નેહી-સબંધી પાસે નવજાત શિશુ માટે જરુરી ચીજ વસ્તુઓની ખરીદી અંગે સલાહ લઈ ખરીદી કરવા તૈયાર રહો.