માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ICSC - Intra Cytoplasmic Sperm Injection

આ પ્રક્રિયામાં સ્ત્રીના અલગ કરાયેલ અંડકોષ(ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા મુજબ) માં પુરુષનો એક શુક્રકોષ દાખલ કરાય છે જેથી ફલન થવાની સંભાવના વધે છે.

ક્યારે આ પ્રક્રિયા જરુરી બને છે ?

સામાન્ય રીતે નિઃસંતાન પણા માટે પુરુષના શુક્રકોષ ને લગતા કારણો જેમ કે,

  • શુક્રકોષની સંખ્યા ઘટી ગઈ હોય
  • શુક્રકોષ ની વહન ક્ષમતા ઘટી ગઈ હોય
  • અંડકોષની અંદર દાખલ થવાની શક્તિ ઘટી ગઈ હોય
  • શુક્રકોષનો બાહ્યાકાર યોગ્ય ન હોય
  • જ્યારે ઉપયોગ લેવાનાર શુક્રકોષ અન્ય (દાતા) પુરુષના હોય
તેમાં આ પ્રક્રિયા ઉપયોગી છે.

પ્રક્રિયાની સરળ સમજૂતી

આ સમગ્ર પ્રક્રિયા એક ખાસ પ્રકારના માઈક્રોસ્કોપ હેઠળ થાય છે. જેમાં ખાસ અતિ સૂક્ષ્મ પિપેટ અને અન્ય સાધનો વપરાય છે. આ માટે સૌ પ્રથમ શુક્રકોષો માંથી એક પુખ્ત-યોગ્ય શુક્રકોષ પસંદ કરી તેની પૂંછડી કાપવામાં આવે છે જેથી તેને આસાની થી પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય. હવે એક અંડકોષને ખાસ પ્રકારના સાધન વડે પકડીને તેમાં આ અલગ કરાયેલા શુક્રકોષને માઈક્રો-પિપેટ દ્વારા દાખલ કરાય છે. દાખલ કરાયેલ શુક્રકોષ દ્વારા અંડકોષ ફલિત થાય છે.

પ્રક્રિયા સાથે જોડાયેલા વિવાદો

  • ઘણા અહેવાલો અનુસાર આ પ્રક્રિયા દ્વારા સર્જાતા શિશુઓમાં ઘણી ખોડખાપણ સર્જાય છે. આ બાબતે અમેરીક્ન સોસાયટી ઓફ રીપ્રોડક્શન નો એક અહેવાલ આ વાતને રદિયો આપે છે. તેમના મુજબ આ પ્રક્રિયા ઘણી સરળ અને સલામત છે પરંતુ આ પ્રક્રિયાથી જનીનીક (વારસાગત) રોગ નું શિશુમાં આવવાની સંભાવના ઘણી વધી જાય છે.
  • કેટલાક કેથોલિક ચર્ચ અનુયાયીઓ આ પ્રક્રિયાનો વિરોધ કરે છે કારણકે આ પ્રક્રિયા તેમના મતે લગ્ન સંસ્થા સંતોત્પતિ નો માર્ગ અવરોધે છે.