ભૂલાયેલુ રસીકરણ ... હવેશું .. ?

રાજેશ ભાઈ (સુરત) મારુ બાળક 9 માસ નું છે હાલ સુધી અમોએ કોઈજ રસીકરણ કરાવ્યુ નથી તો હવે કઈ રસીથી શરુઆત કરવી જોઈએ અને આગળ ઉપર કેવી રીતે કરાવવુ ?

 

અમારો ઉત્તર - કોઈ જ વાંધો નહિ હવે જાગ્યા ત્યારથી સવાર... હવે આપ નીચે મુજબ રસીકરણ કરશો

હાલ તુરત      - ઓરી - ડીપીટી 1  - ઓપીવી - હીપેટાઈટીસ બી 1  - હીબ 1 - આઈ.પી.વી. 1

( ડીપીટી 1  - હીપેટાઈટીસ બી - હીબ આ પાંચેય  રસી એક સાથે એક જ રસીમાં સાથે ઉપલબ્ધ છે. તે પસંદ કરવાથી એક જ સોય દ્વારા પાંચ રસી આપી શકાય છે.)

એક માસ બાદ - ડીપીટી 2   - ઓપીવી - હીપેટાઈટીસ બી 2  - હીબ 2 - આઈ.પી.વી. 2

બે માસ બાદ - ડીપીટી 3   - ઓપીવી - હીપેટાઈટીસ બી 3 - હીબ 3 - આઈ.પી.વી. 3

ત્રણ માસ બાદ - બી.સી.જી. - ઓપીવી

પંદર માસ ઉમરે - એમ.એમ.આર.

સત્તર માસ ઉમરે - વેરીસીએલા(અછબડા)

અઢાર માસ ઉંમરે -ડીપીટી બૂસ્ટર-1 - ઓપીવી - હીબ બૂસ્ટર-1 - આઈ.પી.વી. બૂસ્ટર-1

વીસ માસ ઉંમરે - હીપેટાઈટીસ - એ 1-

બે વર્ષ ઉંમરે - ટાઈફોઈડ

બે વર્ષ અને બે માસે - હીપેટાઈટીસ - એ 2

પાંચ વર્ષ ઉંમરે - ડીપીટી બૂસ્ટર-2 - ઓપીવી - ટાઈફોઈડ 

 

જો બાળકને રસીનો એકાદ ડોઝ દેવાનુ ભૂલાઈ જાય તો શું કરવુ?

સામાન્ય રીતે રસીકરણની ઉંમર રોગના થવાની શક્ય સમયરેખા મુજબ ગોઠવાયેલ છે આથી રસીકરણ ની તારીખોનું યોગ્ય સમયસર પાલન કરવુ જરુરી છે. જોકે આમાં એકાદ અઠવાડીયા જેટલુ આગળ- પાછળ થઈ શકે પરંતુ આ નિર્ણય આપના બાલરોગ નિષ્ણાતની પરવાનગીથી લેવો. રસીકરણની બાબતમાં શરીરની યાદશક્તિ ઘણી અદભૂત હોય છે કોઈપણ રસીના એક ડોઝની સામે પેદા થયેલી શક્તિની પ્રક્રિયા યાદ રાખવામાં આવે છે અને આથી જ કોઈ વખતે રસીનો બીજો કે ત્રીજો ડોઝ જો યોગ્ય સમય પર ન લેવાય તો પણ જ્યારે બીજો ડોઝ લેવામાં આવે ત્યારે આગળ ના ડોઝની અસર પછીથી કામ આગળ ધપે છે.

 

આ સિવાય રસીકરણ લગતા આપના પ્રશ્નો ના જવાબ પણ આપ આપના પ્રશ્નો - અમારા જવાબ વિભાગ અંતર્ગત

બાળકોના રસીકરણ અંગેની વેબસાઈટ પર જોઈ શકો છો. આપના પ્રશ્નો પૂછવા માટે અહિં ક્લિક કરો અને પ્રશ્ન રજીસ્ટર કરો.