માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો પ્રથમ માસ

Image Description

ગર્ભસ્થ શિશુનો વિકાસ

  1. છેલ્લા માસિકના આશરે 14મા દિવસે માતાનું અંડબીજ ગર્ભાશયમાં આવશે. ત્યારે પિતાના શુક્રકોષ સાથે મિલન થતા ગર્ભ શરુ થશે.
  2. પિતાના શુક્રકોષના કે રંગ સુત્રોના આધારે ભાવિ ગર્ભની જાતિ સ્ત્રી કે પુરુષ નક્કી થશે. આ માટે માતા જવાબદાર નથી.
  3. ચેતાનલિકા અને શરુઆઅતી તબક્કાનું ચેતાતંત્ર જે ભાવિ મગજ કરોડરજ્જુ વિ. બનાવશે તે નિર્મિત થાય છે.
  4. હૃદય અને રુધિરાભિસરણ તંત્રની પ્રારંભિક રુપરેખા નક્કી થાય છે. આ સમયે ગર્ભની કુલ લંબાઈ 1 ઈંચના 100મા ભાગની જેટલી જ છે.

માતાના શારીરીક ફેરફાર

  1. આપને આખરી માસિક આવ્યાને બરાબર 1 માસ થયે આપ માસિક ન આવવાની ચિંતામાં હશો પરંતુ તબીબી સલાહથી પેશાબની પ્રેગ્નનસી ટેસ્ટ કરાવવાથી આપ સગર્ભા હોવાનું નિદાન થશે અને આપની ચિંતા એક હર્ષની લાગણી માં પ્રવર્તશે. હાર્દિક અભિનંદન !! આપ માતા બનવાના છો.
  2. આપના ગર્ભના વિકાસ સાથે ગર્ભાશય પણ વધશે. ગર્ભાશય સમગ્ર ગર્ભાવસ્થા દરમ્યાન અંદાજે 1000 ગણુ વિકાસ પામે છે.
  3. ગર્ભનું સ્થાપન થતાઅ થોડો રક્તસ્ત્રવ થશે જે માસિક ધર્મ આવ્યાની ભ્રમણા કરાવશે.
  4. વજનમાં હાલના તબક્કે કોઈ ફેરફાર થશે નહિ.
  5. સાધારણ તાવ જેવો અહેસાસ આપને દિવસની શરુઆતે થશે.

સમજુ માતાની જવાબદારી

  1. તબીબી નિદાન દ્વારા સગર્ભાવસ્થાનું નિદાન ચોક્કસ કરો.
  2. તબીબી સ્લાહ વગર હવેથી કોઈપણ  દવા લેશો નહિ.
  3. આપના સગર્ભા હોવા વિશે માન્ય તબીબને જરુરથી જાણ કરશો. જેથી અમુક ટેસ્ટ કે દવાનો નિર્ણય સગર્ભાવસ્થાને અનુરુપ લેવાય.
  4. સગર્ભાવસ્થામાં ક્યારેય ધૂમ્રપાન કે મદિરાપાન ન કરશો. તે ગર્ભસ્થ શિશુને નુકશાન કરે છે.
  5. એક્સરે કે સી.ટી.સ્કેન જેવી તપાસ કરાવશો નહિ.
  6. કેફીનનું વધુ પ્રમાણ ધરાવતા પીણાં (દા.ત. કોલા કે કોફી) ટાળો.
  7. સંપૂર્ણ સંતુલિત આહાર લેવાનું રાખો.
  8. પ્રસુતિ આયોજન વિશે વિચારવાનું શરુ કરો.