માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો નવમો માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

 1. આ માસની શરુઆતે ગર્ભાશયની કોથળીમાં પાણીનું પ્રમાણ સમગ્ર સગર્ભાવસ્થા દરમ્યાન સૌથી વધુ સ્તરે હશે. જે હવે ધીરે ધીરે ઘટતુ જશે.
 2. શરીરમાં ચરબીના જમાવથી અંગો – હાથ-પગ ઘાટીલા બનશે.
 3. ચામડી હવે વધુ નરમ પરંતુ મજબૂત બને છે.
 4. હાથ-પગ- શરીરના હાડકા વધુ મજબૂત બને છે. જોકે ખોપરીના હાડકા પ્રમાણમાં પોચા અને એકબીજા પર સરકી શકે તેવી રીતે ગોથવાયેલ હોય છે. જે જન્મ સમયે ગર્ભાશયના મુખમાંથી બાહર આવવામાં મદદરૂપ બનશે.
 5. ચેતાતંત્રના અને મગજનો વિકાસ ધીમેધીમે સંપૂર્ણતા તરફ ધપે છે.
 6. શિશુના અત્યંત જટિલ એવી પ્રક્રિયા માટે જેમકે ચૂસવુ-ગળવુ વિ.ની તૈયારી સંપૂર્ણ થાય છે.
 7. અત્યાર સુધી ધીમે ધીમે જન્મ પછીની કાર્યવાહી માટે તૈયાર થતા ફેફસા હવે સંપૂર્ણ બને છે અને શિશુ ગર્ભમાંજ શ્વસન માટે હળવી પ્રેક્ટિસ કરે છે. જોકે ઓક્સિજન-કાર્બન ડાયોક્સાઈડનું વહન હજુ પણ મેલી (placenta) દ્વારા થાય છે.
 8. હાથ પગના નખ વધે છે. એટલા લાંબા કે કદાચ ચહેરા પર ઈજા પહોંચાડી શકે છે.
 9. શરીરના દરેક અવયવ યકૃત- કિડની-હૃદય પૂર્ણ પણે કાર્યરત બનશે.
 10. ધીમે ધીમે શિશુનું માથુ નીચેની તરફ આગળ વધશે અને ગર્ભાશયના મુખ તરફ ગોઠવાશે જ્યાંથી તે પ્રસવની પ્રક્રિયા દ્વારા બહાર આવશે.
 11. હવે શિશુ અને આપ બંને આ માસના અંતે પ્રસવની પ્રક્રિયા માટે તૈયાર હશો.
 12. આ માસના અંતે શિશુ અગભગ 47.5 સેમી લાંબુ અને અંદાજીત 2.6 કિ.ગ્રા. વજન ધરાવતુ હોય છે

માતાના શારીરીક ફેરફારો

 1. ગર્ભશયની ઉંચાઈ વધતા હવે નીચેની પાસળી સુધી વિકાસ પામે છે અને તેનાથી ઉપર જવા કોશિશ કરે છે. આથી આપના ઉરોદર પટલ ની ઉપર-નીચે થવાની પ્રક્રિયા મુશ્કેલ બને છે. આથી શ્વાસોચ્છશ્વાસમાં તકલીફ પડે છે.
 2. ગર્ભાશયના સ્નાયુનું સંકોચન પ્રમાણમાં વધુ અનુભવાશે.
 3. આપને હાથપગમાં સોજા અનુભવાશે.
 4. વારંવાર પેશાબ કરવા માટે ઉઠવુ પડશે આથી આપની ઉંઘ બગડશે.
 5. આપના તબીબ હવે આપને શિશુનો કયો ભાગ ગર્ભાશયના નીચેના ભાગમાં છે તે કહેશે. મહદ અંશે માથુ નીચેના ભાગે હોય છે. જેને શિશુનો પ્રસ્તુત ભાગ કહે છે. જે જન્મ સમયે પહેલા ગભાશયના મુખ વાટે બાહર આવશે.

સમજુ માતાની જવાબદારી

 1. હવે તબીબી સલાહ દર અઠવાડીયે જવુ પડશે.
 2. ડોક્ટરી તપાસ દર્મ્યાન આપની તકલીફો વર્ણવો અને સલાહને સંપૂર્ણ પણે અનુસરો.
 3. ભારે વજન ઉંચકવુ કે ભારે કામ ટાળો અને યોગ્ય આરામ કરશો.
 4. સંતુલિત આહર લેશો. એકસામટુ વધુ ન ખાતા થોડા-થોડા સમયાંતરે ખાવાથી એસિડીટીથી બચી શકશો.
 5. ડાબા પડખે આરામ કરવાથી સારુ લાગશે.