માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

પ્રસૂતિ પૂર્વેનું હોમવર્ક

નવજાત શિશુનો જન્મ એ આપના જીવન નનીએ એક મહત્વ પૂર્ણ ઘટના છે. જેનાથી આપના પરિવારમાં ઘણા પરિવર્તનો આવશે. આપની રોજીંદી ક્રિયાઓમાં પણ આમૂલ પરિવર્તન આવશે. જેમ કે એક સારો વિદ્યાર્થી દરેક પરીક્ષા પૂર્વે યોગ્ય હોમવર્ક કરી ને જાય છે તેમ પ્રસૂતિ પૂર્વ ઘણી આવશ્યક એવી આર્થિક, સામાજિક, શારીરિક અને ઔથી જરુરી એવી માનસિક તૈયારીઓનું “હોમવર્ક “ કરવું પડે છે.

સામાન્યતઃ પ્રત્યેક સ્ત્રીના ગર્ભધારણના સમયથીજ પ્રસુતિના સમય તારીખ વિશે ખ્યાલ ધરાવતી હોય છે. એટલે પ્રસૂતિના લગભગ બે-ત્રણ માસ અગાઉ થી જો થોડુ આયોજન વિચારી લેવાય તો આવનારી પ્રસૂતિ ખૂબ સરળ શાંતિમય અને આનંદદાયક બની રહે છે. વળી, નવજાત શિશુઓ સામાન્યતઃ સમયસર હોતા નથી!! નિયત તારીખની થોડુ આગળ કે પાછળ આવી જવુ એ એમની આદત ગણી શકાય! અને એટલા જ માટે પુખ્ત મનુષ્ય તરીકે પ્રત્યેક ભાવિ માતા-પિતા યુગલે ભાવિ પ્રસંગ માટે વિવિધ સમીકરણો વિચારી રાખવા જ રહ્યાં!!

સૌથી પ્રથમ પ્રશ્ન આવે આવી પૂર્વ તૈયારી ક્યારે શરુ કરવી ?

આમતો ગર્ભધારણ અના સમયથી જ ભાવિ માતા- પિતા ને પરિવારના વિવિધ સભ્યો કે "અનુભવી" મિત્રો દ્વાઅરા વિવિધ પ્રકારે યોગ્ય જ્ઞાન પિરસાતુ જ રહે છે.! એટલે સગર્ભાવસ્થા અને પ્રસૂતિ અંગે આછી રૂપરેખા લગભગ દરેક માતાપિતા ધરાવતા જ હોય છે. પછી એ પ્રથમ પ્રસૂતિ હોય કે બીજી !

સગર્ભાવ્સ્થાનો ત્રીજો ત્રિમાસિક તબક્કો (third trimester) એ ભાવિ શિશુમાટે કેટ્લીક અત્યંત જરુરી તૈયારી માંગી લેછે. સદ્ભાગ્યે દરેક સભ્ય સંસ્કૃતિ માં આ માટે વિવિધ પ્રસંગો દ્વારા ભાવિ માતા- પિતા અને તેમના પરિવાર માટે યોગ્ય આયોજનનો સમય નિર્ધારીત થયેલ હોય જ છે. જેમકે ભારતીય સંસ્કૃતિમાં આ માટે “ ગોદભરાઈ “ કે “શ્રીમંત ” જેવા પ્રસંગો અને પશ્ચિમી સંસ્કૃતિ માં “બેબી શાવર ” (baby shower) જેવા પ્રસંગો.