વિશ્વ સ્તનપાન સપ્તાહ

મિત્રો આજથી શરુ થઈ રહ્યુ છે વિશ્વ સ્તનપાન સપ્તાહ (WORLD BREAST FEEDING WEEK) . ઈશ્વરે આમતો બધા સસ્તન પ્રાણીઓને પોતાના શિશુને પોષણ આપવાને માતાનું સર્જન કર્યુ અને સ્તનપાનની પ્રેરણા આપી. વિશ્વના સઘળા પ્રાણીઓ બીચારા એ કોઈ વૈજ્ઞાનિક પ્રગતિ ન કરી અને હજુ વન વગડામાં કે આપણા ગુલામ થઈ શહેરોમાં રહે છે. પણ મનુષ્યે સાધી અપ્રીતમ પધ્ધતિ અને આકાશને આંબી લીધુ પણ તેનુ શિશુ આજે પણ માના દૂધ માટે તરસે છે...!! વિશ્વની આબાદીના 50% થી વધુ શિશુને વ્યવ્સ્થિત સ્તનપાન નો લાભ નથી મળતો કે અપાતો....!!!  છેને અદભૂત પ્રગતિ ...

તો આવો મનન અને મંથનથી તેના વિવિધ કારણો અને ઉપાયો વિચારીએ વાત કરીએ અને આગળ વધીએ અને દરેક શિશુને તેનો આ અધિકાર આપીએ. આ વખતના સ્તનપાન સપ્તાહનું ધ્યેય પણ આજ છે. આવો માતા-પિતા-સમાજને સમજાવીએ અને સ્તનપાન નો દર વધારીએ... આપણા શિસુઓને વધુ સબળ અને તંદુરસ્ત બનાવીએ....

વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિતે ગુજમોમ હવે સતત એક સપ્તાહ સુધી સ્તનપાન વિષયક લેખો પ્રસ્તુત કરશે....

સ્તનપાન છે અમૃતપાન...

શિશુ માટે છે અણમોલ ...

- પ્રથમ છ માસ માટે સંપૂર્ણ આહાર છે.

- પોષક તત્વોનું અદભૂત સંમિશ્રણ છે – એક સુપાચ્ય આહાર્

- બનાવે બુધ્ધિશાળી – મગજશક્તિ વિકસાવે ....

- ચેપી રોગોથી રક્ષણ કરતી સંજીવની...

- દમ- એલર્જી- ખરજવા જેવા રોગોની સંભાવના ઘટાડે...

માતા માટે લાભદાયી...

- પ્રસુતિ પછીનો રક્તસ્ત્રાવ અટકાવે... એનિમીયા અટકાવે...

- કુદરતી પરિવાર નિયોજનનું સાધન-બે બાળકોમાં અંતર રાખવામાં મદદરૂપ...

- વજન ઘટાડવામાં મદદરુપ્.- ‘ ફિગર’ બનાવી રાખે.!

- મમતાનું પરિમાણ્..

દેશ માટે છે ઉપકારક...

- સસ્તુ-કિફાયતી-સહુને પરવડતો શિશુઆહાર !

- શિશુની તંદુરસ્તી – આવતીકાલ નો સ્વસ્થ નાગરીક્..

- સ્વસ્થ શિશુ – કામકાજી માતાપિતા પણ વધુ કાર્યક્ષમ્.

- ઓછી માંદગી થી બચતો આરોગ્યખર્ચ્...

આ બધી વાત યુનિસેફના આ વિડીયો માં બખૂબી કહેવાયેલ છે. ભાષાના સીમાડા ન નડે તેવી આ વિડીયો ખરેખર મજેદાર છે. આમ પણ માતૃત્વ અને મમતાના પરિમાણ્ સ્વરુપ સ્તનપાન પૃથ્વી પરનુ અમૃત જ છે.! અને આ વાત નિર્વિવાદ છે...

આ સિવાય પણ અનેક વાતો અને લેખો માટે ગુજમોમ પર એક આખુ સેક્શન સ્તનપાન વિશે મુકાયેલ છે. આપ આ વિષય પર તમામ જરુરી જ્ઞાન આ દ્વારા મેળવી શકો.

આપનો અમૂલ્ય અભિપ્રાય ચોક્ક્સ આપો...

ભારતની જાણીતી સંસ્થા - બ્રેસ્ટફીડીંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈંડીયા દ્વારા આ સંદર્ભે બહાર પડાયેલ સંદેશ - અંગ્રેજી માં વાંચો