ગર્ભાવસ્થામાં રસીકરણ

સગર્ભાવસ્થામાં કઈ રસીઓ લેવી પડે અને શામાટે ? - સુમીત (અમદાવાદ)

અમારો જવાબ – સગર્ભાવસ્થામાં સામાન્ય રીતે માત્ર ટીટેનસ (ધનુર)નું રસીકરણ કરવાનું હોય છે. આ માટે કુલ બે ડોઝ ટીટેનસ ટોક્સોઈડ ના ઈન્જેક્શન 0.5 મિલી હાથ અથવા થાપાના સ્નાયુમાં એક માસના અંતરે આપવાનું હોય છે. સામાન્ય રીતે આવા ઈન્જેકશન 5-6 માસે અપાય છે. આ ઈન્જેક્શન દ્વારા માતામાં ટીટેનસ(ધનુર)ના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જે તેને તેની પ્રસુતિની પ્રક્રિયા દરમ્યાન થનાર સંભવતઃ ચેપ સામે રક્ષણ આપેછે. અને સૌથી મોટો ફાયદો કે જેના માટે આ ઈન્જેક્શન આપવુ જરુરી છે તે ગર્ભસ્થ શિશુને થાય છે કે જેને માતામાં પેદા થયેલી આ રોગપ્રતિકારક શક્તિ નાળ દ્વારા સીધી પ્રાપ્ત થાય છે અને જન્મ પછી શરુઆતી દિવસોમાં તેનુ ધનુરથી રક્ષણ કરે છે. જો માતાએ આ ઈન્જેક્શન ન લીધેલા હોય અને શિશુને ધનુર નો ચેપ લાગે તો નવજાત શિશુને ધનુર નો રોગ થાય છે. અને આવા કિસ્સામાં શિશુને તમામ આધુનિક સારવાર સાથે પણ જવલ્લે જ બચાવી શકાય છે. આમ આ રોગ થી શિશુનું રક્ષણ કરવાનો માત્ર એક જ કારગર ઈલાજ માતાને ધનુરના બે ઈન્જેક્શન સગર્ભાવસ્થામાં આપવાનો છે. આ વિશે વધુ વાંચો અમારી વેબસાઈટ – bal-rasikaran.com પર લિંક છે.