જોડિયા બાળકો - ભાગ 2

જોડીયા સંતાનો જ્યારે ગર્ભમાં વિકાસ પામતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ' એક મકાનમાં બે ભાડૂત ' જેવો ઘાટ સર્જાય છે...! બંને ની જરુરીયાત જુદી અને જગ્યા પડે સાંકડી...! ગર્ભમાં બે શિશુ હોવાથી માતાને પણ સામાન્ય રીતે અનુભવાતા એક શિશુ વાળી સગર્ભાવસ્થાથી ઘણા અલગ લક્ષણો પણ મહેસુસ થાય છે.

 

જોડીયા બાળકોની માતાને અનુભવાતા લક્ષણો

 1. શરુઆતી માસમાં વધુ પડતી ઉલ્ટી- ઉબકા
 2. ઝડપથી વધતુ વજન
 3. વધુ મોટુ જણાતુ પેટ
 4. ગર્ભસ્થશિશુઓનુ વધુ હલન ચલન અને ખાવી પડતી કીક !
 5. સામાન્યથી થોડો વધુ થાકનો અનુભવ
 6. પગે આવતા થોડા વધુ સોજા

   

 7.  

  જરુરી તપાસ

  • સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તબીબી તપાસ
  • જરુરી લોહી-પેશાબ તપાસ (નિષ્ણાત સલાહ અનુસાર્)
  • સોનોગ્રાફી – ખાસ કરીને શિશુની ખોડખાપણ લક્ષી તપાસ્

  જુઓ શું કાળજી લેશો

   

  1. ખોરાક વિશે

  એક થી વધુ સંતાનો હોવાથી વધુ શક્તિ (કેલરી) અને પ્રોટીન ની જરુર આપના ગર્ભમાં ઉછરતા શિશુ માટે રહેશે. આ માટે જોડીયા બાળકો(2) ધરાવતી માતાએ અંદાજે 600 કિલો કેલરી વધુ ખોરાક દ્વારા લેવી પડશે. જો ત્રણ બાળકો હશે તો અંદાજે 900 કિલો કેલરી વધુ શક્તિ જરુરી બનશે. આ માટે પોષણક્ષમ ઘરે બનેલો તાજો ખોરાક- તાજા ફળો - દૂધ- દહિં વિ. ઉપયોગમાં લેવા.

  2.  આયર્ન

  સગર્ભાવસ્થામાં વિકસતા શિશુને માટે અને પ્રસુતિ દરમ્યાન થનાર થોડા ઘણા રક્ત સ્ત્રાવને ધ્યાનમાં રાખી ને સગર્ભા માતાને વધુ હિમોગ્લોબીન જળવાય તે જરુરી છે. આ માટે સગર્ભાવસ્થાના ત્રણ માસ પછી સામાન્ય રીતે આયર્ન ની ગોળીઓ લેવા આપના ડોક્ટર આપને કહેશે. વળી જ્યારે જોડીયા બાળકો ઉછરી રહ્યા હોય ત્યારે આ જરુરીયાત બમણી બને છે. આથી ડોક્ટરની સલાહ અનુસાર આયર્ન ની ગોળી સમયાનુસાર લેવી. આ ઉપરાંત ખોરાકમાં આયર્ન આપતા પદાર્થો જેમકે લીલા શાકભાજી- ગોળ વિ. નો ઉચિત ઉપયોગ કરવો.

  3. વિટામીન અને ખનીજ ક્ષારો

  જોડીયા બાળકો હોવાથી વિટામીન અને ખનીજ ક્ષારો જેવાકે મેગ્નેશ્યમ - કેલ્શયમ વિ. ની પણ જરુરીયાત સામાન્યથી બમણી બને છે. ખોરાકમાં ફળો અને લીલા શાકભાજી- સલાડ અને ખાસ ઝીણા ધાન્યો જેવાકે બાજરી વિ. માંથી આ પદાર્થો વિપુલ પ્રમાણ માં મળશે.

  4. પાણી અને પ્રવાહી

  અંદાજે એક થી દોઢ લિટર પાણી પીવાનું રાખો જેથી નિર્જલીકરણ(ડીહાઈડ્રેશન ) નું જોખમ ન ઉભુ થાય.

  5. આરામ અને ઉંઘ

  અંદાજે આઠ કલાક ની રાત્રિ અને બે કલાક નો બપોરનો આરામ જરુરી છે.

  6. કસરત

  બને તેટલી હળવી કસરતો વિશેષજ્ઞની સલાહ અનુસાર કરશો. આખરી ત્રણ માસ માં ખાસ ધ્યાન રાખશો.