સ્તનપાન માં સફળ કેમ થશો?

અશોક ભાઈ (રાજકોટથી) માનનીય સાહેબ, મારી પત્ની ને બીજી વખત ની પ્રેગ્નન્સી છે, પ્રથમ બેબી ગર્લ વખતે "સતાવરી" પાવડર લીધેલ છતા  ફીડીંગ  માં ઘણી તકલીફ પડી હતી, દૂધ ૧૦ દિવસ ની સખત મહેનત પછી આવ્યું, દૂધ આવ્યા બાદ કોઈ તકલીફ નાં હતી, અમોને આ વખતે ચિંતા સતાવે છે કે પહેલી વાર ની જેમ ફીડીંગ આવ વા માં કોઈ તકલીફ તો નહિ પડે ને, એક્ષ્પેક્તેડ તારીખ નજીક છે. સ્તન આકાર માં ખાસ મોટા થયા નથી અને હજુ દૂધ આવતું નથી. આપ સાહેબ ને નમ્ર વિનંતી કે આપનું કીમતી સુચન આપી ને મદદ કરશો

અમારો જવાબ-

અશોક ભાઈ , બીજી વખત પિતૃત્વ પામવાની આ ક્ષણ આપને રોમાંચિત કરી રહી હશે ત્યારે તમારી સ્તનપાન વિશે ચિંતા સ્વાભાવિક છે. ખાસ કરીને આગળ ઉપર તકલીફ પડેલી તેથી આ વખતે આપની તકેદારી વ્યાજબી અને ખૂબ જરુરી છે. મારા નમ્ર સૂચનો આ મુજબ છે.

1. આપના પત્ની ને એક વખત તેમના સ્ત્રી રોગ નિષ્ણાત પાસે સ્ત્નની તપાસ કરાવી લેવા કહેશો. ખાસ કરીને સ્તન ની ડિંટડી (નીપલ ) અંદરની તરફ વળેલી કે સપાટ ( ફ્લેટ) તો નથી તે જોઈ લે. ( જૂઓ સ્તનની ડિંટડી(નીપલ) ની તપાસનો લેખ )

2. સ્તનપાન માટે સ્તનની રચના કે કદ ને કાંઈ લાગે વળગે નહિ.... ( જૂઓ સ્તનપાન અંગેની ગેર માન્યતા નો લેખ )

3. સ્તન પાન માટે સૌથી અગત્યની વાત છે શરુઆત ક્યાંથી કરશો. શક્ય હોય તો લેબર રુમમાં બાળક જન્મે કે તુરત જ પ્રથમ અડધી કલાકમાં શરુઆત કરો. જેટલી જલ્દી શિશુ સ્તનને ચૂસશે તેટલુ જલ્દી ધાવણ શરુ થશે. અને શિશુ જન્મની પ્રથમ 2 કલાક માં સૌથી વધુ એક્ટીવ હોય છે આથી સ્તનપાનની શરુઆત ડોક્ટરની સલાહ લઈ જો શિશુ નોર્મલ હોય તો શક્ય એટલી તરત કરવી.

4. ગળથૂથી - જનમઘૂટ્ટી વિ. આપશો. નહિ. આ વસ્તુ ઓ સ્તનપાન માટે શિશુનો ઉત્સાહ મંદ કરી નાખશે.

5. સ્તનપાન માટેની વ્યવસ્થિત ટેકનીક સમજી લો. ( જુઓ વિડીયો - https://www.youtube.com/watch?v=gukDCcE-tW4)

6. સ્તનપાન માટે માતાનો આત્મ વિશ્વાસ સૌથી વધુ અગત્યનો છે. " મને ધાવણ આવશે જ અને મારા બાળક માટે તે પૂરતુ રહેશે." આ વાત નું સતત મનમાં રટણ કરવા કહો. નબળા વિચારો થી તેમને દૂર રાખો અને પ્રોત્સાહિત કરો.

7. સ્તનપાન ને લગતી કોઈપણ સમસ્યા માટે વિશેષજ્ઞનો સંપર્ક કરવો. ડોશી વૈદુ કે ઘરગથ્થુ ઉપચારો પર ન જતા વિશેષજ્ઞ ની સલાહ લેવી.

8. કોઈ પાવડર દવા કે અન્ય વસ્તુ કરતા જરુરી છે વિશ્વાસ અને સાચી વૈજ્ઞાનિક ટેકનિક. બસ આ શીખી જાઓ તમારો અને શિશુનો બેડો પાર ....!

આવજો.... બેસ્ટ ઓફ લક.....!

વાચક મિત્રો

ગુજમોમ વેબસાઈટ પર તમારા પ્રશ્નો પૂછો અંતર્ગત કુલ ચાર વિવિધ વિષયો પર વાચક મિત્રો પ્રશ્ન પૂછી શકે છે. અત્યાર સુધીના વાચક મિત્રોના પૂછાયેલા પ્રશ્નોના નિષ્ણાતોએ આપેલ જવાબો આપ સેકશન મુજબ વાંચી શકો છો.

1. સગર્ભાવસ્થા પહેલા

2. સગર્ભાવસ્થા દરમિયાન

3. નવજાત શિશુ અને પ્રથમ વર્ષ

4. નિઃસંતાન દંપતિ

આપ પણ આપના પ્રશ્નો પૂછો અને જાણકારી મેળવો. પ્રશ્નો પૂછવાનો વિભાગ- પ્રશ્ન પૂછો પર જાઓ અને આપનો પ્રશ્ન દાખલ કરો અમારા વિશેષજ્ઞ આપનો જવાબ ચોક્ક્સ આપશે.