ડબલ માર્કર ટેસ્ટ

ભવ્યાબેન(સુરત) પ્રશ્ન: મારે ગર્ભાવસ્થાનો ત્રીજો માસ પૂર્ણ થયેલ છે. મારા ડોક્ટર સાહેબે મને કોઈ ડબલ માર્કર ટેસ્ટ કરવા કહ્યુ છે આ ટેસ્ટ વિશે જરા સમજાવશો.

વિશેષજ્ઞ નો જવાબ :

ડબલ ટેસ્ટ - આ ટેસ્ટ વિશે જાણતા પહેલા ડાઉન્સ સિંડ્રોમ (DS) વીશે થોડુ જાણી લેવુ જરુરી છે.

ડાઉન્સ સીન્ડ્રોમ એ એક જાતની રંગસૂત્રીય ખોડખાપણ છે. આવા બાળક ને જનીન બન્ધારણ મા 46 XX or 46 XY ના બદલે 47 XX or 47XY હોય છે. તેને જન્મજાત માનસીક નબળાઇ ( congenital mental retardation) ઉંમર મુજબ અધૂરો માનસિક વિકાસ અને અન્ય અનેક શારીરીક તકલીફો હોય છે. આ ખોડખાંપણ નો કોઈજ ઈલાજ નથી. જે ટ્રાઇસોમી 21 તરીકે પણ ઓળખાય છે. (જુઓ ફોટો)

સગર્ભા બહેનની ઉમર પ્રમાણે ડાઉન્સ સીન્ડ્રોમ નુ જૉખમ નીચે  મુજબ હોય  છે.

25 વષે 1:1376 / 35 વર્ષે 1:424 / 40 વર્ષે 1:126 45 વર્ષે 1:31

આમ મોટી ઉંમરે પ્રેગનન્સી હોય તો  ડાઉન્સ સીન્ડ્રોમ  નુ  જોખમ વધારે  હોય છે.

ગર્ભમાના બાળક ને ડાઉન્સ સીન્ડ્રોમ   છે કે નહી તે જાણવા માટે ડબલ ટેસ્ટ કે ટ્રિપલ ટેસ્ટ કે ક્વેડ ટેસ્ટ કરાવવા માં આવે છે.

ડબલ ટેસ્ટ – માતાના લોહીની બે વસ્તુનું પ્રમાણ ચેક થશે. (low MSAFP + high HCG ) - 63 % કિસ્સાઓમાં પરિણામ સાચુ પડે છે.

ટ્રીપલ ટેસ્ટ - માતાના લોહીની ત્રણ વસ્તુનું પ્રમાણ ચેક થશે. (low MSAFP+ high HCG+ low UE3) - 70 % કિસ્સાઓમાં પરિણામ સાચુ પડે છે.

ક્વેડ ટેસ્ટ - માતાના લોહીની ચાર  વસ્તુનું પ્રમાણ ચેક થશે. (low MSAFP+ high HCG+ low UE3+ inhibin) - 80 % કિસ્સાઓમાં પરિણામ સાચુ પડે

આ માટે માતા નુ 2 થી 5 મીલી બ્લડ લઇ લેબોરેટરી મા મોકલવામા આવે છે. જ્યાં આ ટેસ્ટ કરવામાં આવે છે. ( જરુરી લેબ પરીમાણો સાથે તેને સરખાવવામા આવે છે.).આ ટેસ્ટ કરવતી વખતે ચોક્ક્સ કેટલા અઠ્વાડીયા (week) ની પ્રેગનન્સી છે તે સોનોગ્રાફી વડે જાણવુ જરુરી છે.આ ટેસ્ટ સામાન્ય રીતે 15 થી 20 અઠવાડીયા (week )  વચ્ચે કરાવવામાં આવે છે. જો ડબલ ટેસ્ટ પોઝીટીવ હોય અને માતાની ઉંમર વધુ હોય તો ડાઉન્સ સીન્ડ્રોમ છે કે નહી તે વીશે વધુ જાણવા માટે બીજા ટેસ્ટ કરાવવા ના હોય છે. છે.

આમ ડબલ ટેસ્ટ એ એક જાતની પ્રારંભિક તપાસ છે. આ ટેસ્ટ માતાની ઉંમર, પ્રાદેશિક્તા અને પ્રજાતિ અનુસાર અલગ અલગ મૂલ્યો દર્શાવે છે. હવે ઘણા વિકસીત દેશો જેમકે યુ.કે માં ડબલ ટેસ્ટ ને બદલે ટ્રીપલ ટેસ્ટ અને અન્ય તપાસ તથા સોનોગ્રાફી પરા વધુ ધ્યાન કેન્દ્રિત કરાય છે. એક ટેસ્ટ ને બદલે વધુ વસ્તુઓનો ટેસ્ટ અને સોનોગ્રાફી નો સંયુક્ત પ્રયાસ વધુ મદદરૂપ છે.

ડબલ કે ટ્રીપલ માર્કર કે ક્વેડ માર્કર ટેસ્ટ શા માટે કરાવવો ?

1. આ ટેસ્ટ દ્વારા આપના ભાવિ સંતાનમાં શક્ય એવી ખોડખાપણ ને પહેલાથી જ જાણી શકાય છે. કે જેનો જન્મ પછી કોઈ જ ઈલાજ શક્ય નથી.

2. 20 અઠવાડીયા સુધી ગર્ભપાત કાનૂની રીતે શક્ય છે. આ ટેસ્ટ સામાન્ય રીતે 14-18 અઠવાડીયામાં કરાવાય છે. આમ જો શિશુને કોઈ ખોડખાપણ જણાય તો માતાપિતા ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે કેમ તે નિર્ણય સમયસર લઈ શકે છે.

આ ટેસ્ટ્સ અંગે નું યોગ્ય વધુ માર્ગદર્શન આપના ડોક્ટર આપની યોગ્ય તપાસ પછી આપી શકશે તેમનો સંપર્ક કરશો.

જવાબ આપનાર વિશેષજ્ઞ: ડો. જયેશ પટેલ એમ.ડી. (ગાયનેક) સાઈ વુમન્સ હોસ્પીટલ, અમદાવાદ