ઉંધુ બાળક અને નોર્મલ ડિલીવરી

મારે સગર્ભાવસ્થાના નવમાસ પૂર્ણ થવાને 10 દિવસ બાકિ છે. ડોક્ટરે સોનોગ્રાફી તપાસમાં બાળક ઉંધુ હોવા વિશે કહેલુ છે. તો શું મારી ડીલીવરી નોર્મલ થશે કે કોઈ તકલીફ પડશે ? - દીકાબેન (અમદાવાદ) 

અમારો જવાબ

સામાન્ય રીતે આવા સંજોગોમાં બાળક ઉંધુ(breech position) જ અવતરશે તેવુ લાગે છે. આ સ્થિતિમાં સ્થળ પર ના હાજર સ્ત્રીરોગ વિશેષજ્ઞનો પ્રસુતિ અંગેનો નિર્ણય લેશે. મોટાભાગે આવા સંજોગોમાં શિશુનું વજન અને પ્રસુતિમાર્ગની મોક્ળાશ અને સૌથી અગત્યનું માતાની પ્રથમ પ્રસુતિ છે કે દ્વિતીય જેવા અનેક પાસાઓનો બારીકાઈ થી અભ્યાસ કરી તેઓ આ અંગે યોગ્ય નિર્ણય લેશે કે જેનાથી માતા અને શિશુની સુરક્ષા ન જોખમાય. મોટેભાગે જો સ્ત્રીની પ્રથમ પ્રસુતિ હોય અને બાળક ઉંધુ હોય તો સીઝેરીયન ડિલિવરી થવાની સંભાવના વધુ રહે છે જ્યારે બીજી કે ત્રીજી પ્રસુતિ કે જેમાં આગળ ઉપર એક નોર્મલ પ્રસુતિ થયેલી હોય તો શિશુની ઉંધી પરિસ્થિતિમાં પણ પ્રસુતિમાર્ગેથી સામન્ય પ્રસુતિ થવા સંભવ છે. જોકે આ અંગે ચોક્ક્સ નિર્ણય માત્ર સ્ત્રીની તપાસ પછી હાજર નિષ્ણાત જ લઈ શકે.

ડો. નિલેશ ગઢવી

એસોસીયેટ પ્રોફેસર- સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ  એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર