માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગોદભરાઈ (સીમંત)

પ્રસંગનું વૈજ્ઞાનિક બેક્ગ્રાઉન્ડ

ભારતીય સંસ્કૃતિમાં “ શ્રીમંત “ કે “ ગોદભરાઈ ” જેવા પ્રસંગો કે જેને ઈંડીયન બેબી શાવર (Indian baby shower) તરીકે ઓળખવામાં આવે છે તે સામાન્યતઃ પ્રસૂતિ પૂર્વે ગર્ભધારણ ના સાતમા માસે ઉજવાય છે. પશ્ચિમી સંસ્કૃતિમાં આ પ્રસંગો ( baby shower) કહેવાય છે.

આ પ્રસંગનુ ધર્મિક – સામાજીક મહત્વ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ ચાલો, થોડી વાત તેના વૈજ્ઞાનિક મહત્વ વિશે પણે કરીએ ! જો ધ્યાન પૂર્વક વિચારીએ તો દેખીતી રીતે નીચે મુજબનું વૈજ્ઞાનિક બેક્ગ્રાઉન્ડ તરી આવે.

  1. સામાન્યતઃ  સાતમા માઅસે ગર્ભસ્થ શિશુના વિકાસનું મૂળભૂત માળખુ હોય છે. આવા બાળકનો અધૂરા મહિને જન્મ થાય તો પણ આધુનિક વિજ્ઞાનની મદદથી થોડી તકલીફો સાથે પણ તેને બચાવી શકાય છે. એટલે કે સાત માસ પછી પૂર્ણ સમયે (9માસે) કે અધૂરા માસે પણ નવજાત શિશુ નો જીવિત જન્મ અને બચાવ અંગે એક મહદ અંશે શક્ય ઘટના અને વાસ્તવિકતા છે. આથી આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે ગોદભરાઈ  દ્વારા ભાવિ માતા-પિતા, પરિવાર અને સમાજ ને માનસિક પૂર્વ તૈયારી નુ એક સિગ્નલ – એક જાગૃતિમય સંદેશ આપવામાં આવે છે. સમગ્ર સમાજને જાણે કે આ મહત્વપૂર્ણ ઘટના માં ભાગીદાર થવા અને સાથ આપવા જાણે કે નિમંત્રીત કરાય છે.
  2. શ્રીમંતનો પ્રસંગ ભાવિ માતાની વિવિધ કાળજી લઈ ભાવિ શિશુનો અપૂરતા મહિને જન્મ અટકાવવા સમગ્ર પરિવારને વધુ સભાન કરે છે . માતાને એક સ્વસ્થ તંદુરસ્ત ભાળકના જન્મ માં હવે માત્ર બે માસની જ  કાળજી લેવાની છે એવુ એક આડકતરુ આશ્વાસન અને સૂચન પણ મળે છે.
  3. સીમંતના પ્રસંગમાં સામાન્યતઃ જોવા મળતી કેટલીક પરંપરાગત રીત રસમો જેવીકે બેડુ ઉતારવાની ક્રિયા કે જેમાં સગર્ભા નારી દ્વારા એક ગાગર કે બેડુ પાણી રખવાની જગ્યા પર મૂકાવાય છે અને ત્યારબાદ તેને આ પ્રકારની મહેનત કશ પ્રવૃતિ માંથી મુક્તિ મળે છે. આમ એક સંકેતાત્મક રીતે સ્ત્રીને ભારે કામમાં થી મુક્તિ અપાય છે. આ સિવાય એક અન્ય રીત રસમ મુજબ દીયર ભાભીને પ્રેમ પૂર્વક લાફો મારે છે. અને ભાભી પણ ઘણા કિસ્સામાં સામો લાફો મારે છે. આ દ્વારા ભાભીના કસોટીના સમયે સાથ આપવાનું આડકતરુ વચન આપે છે. ...!
  4. સતાત જીવનની ભાગદોડમાં વ્યસ્ત રહેતા માતા-પિતા અને તેના પરિવારને આ પ્રસંગ ભાવિ પ્રસૂતિ માટે જવાબદાર કરે છે. પ્રસંગ ના આનંદિત વાતાવરણ વચ્ચે માતા- પિતા – ભાઈ-બહેન- ભાભી વિ. વચ્ચે એક લાગણી સેતુ(emotional bonding) બંધાય છે. જે ભાવિ માતા અને તેના બાળકને માટે ખૂબ જરુરી માનસિક સાંત્વન આપે છે.
  5. પ્રસૂતિ પૂર્વે ભાવિ માતા-પિતાના મનમાં રહેલ વિવિધ ચિંતા-પ્રશ્નો- મૂંઝવણ નું નિરાકરણ થવુ પણ ખૂબ જરુરી છે. શ્રીમંત ના પરસંગે આવેલ વિવિધ પારિવારિક મિત્રો, સગાવ્હાલા કે તબીબ જગત સાથે સંકળાયેલ મિત્રો આ પ્રસંગે પોતાના “ અનુભવ સિધ્ધ “ જ્ઞાન દ્વારા આ વિવિધ મૂંઝવણનો હલ કરે છે.
  6. શ્રીમંતનો પ્રસંગ સ્ત્રીને એક “ ભાવિ માતા “ તરીકે પ્રસ્થાપિત કરે છે. પરિવારમાં તેનું માન- સંભાળ વધે છે. આ પ્રસંગે આવેલ વિવિધ વડીલ અને અનુભવી સ્ત્રીઓ પોતાના અનુભવે ભાવિ માતાને કેટલીક સુંદર શિખામણ, બાળ ઉછેરતથા પ્રસૂતિ અંગેની “ ટીપ્સ “ આપે છે.
  7. આ પ્રસંગે આવેલા પોતાના વ્યવાસાયિક વર્તુળના લોકો સાથે હળી મળીને ભાવિ માતા- પિતા પોતાના ભવિષ્યમાં ધંધામાં નોકરીમાં પ્રસૂતિ સમયે તકલીફો કે ચિંતા ન વેઠવી પડે.
  8. પિતા કે માતા(જો વ્યવસાયી હોય તો) પોતાની ભાવિ પ્રસુતિ માટે જરુરી આર્થિક ગોઠવણ- વ્યવસ્થાનું આયોજન પણ આ તબક્કે આમંત્રિત સગાવ્હાલા વ્યવાસાયિક મિત્રો સાથે કરી શકે છે.
  9. ઘર- પરિવાર ના બાળકોને આ પ્રસંગે આવનાર મહેમાન વિશે માહિતગાર કરી તેમનુ આવનાર શિશુ પ્રત્યે એક શાંતિ પૂર્ણ અને ઉત્સાહી વલણ અને સહકારની ભાવના જન્માવી શકાય છે. જેથી ભવિશ્યમાં પ્રસૂતિ સમય કે બાળ જન્મ પછી બાળકોનો સંપૂર્ણ સાથ સહકાર રહે અને નવજાત શિશુ પ્રત્યે કોઈ ઈર્ષાની લાગણી ન જન્મે !  પશિમી દેશોમાં આ પ્રસંગે ઘરના બધા બાળકોને વિવિધ ભેટ સોગાદ અપાય છે. જે એક આવકાર્ય બાબત છે.

ટૂંકસાર

પ્રસૂતિ પૂર્વે સાતમા માસ આસપાસ ભાવિ પ્રસૂતિ અંગે આર્થિક, સામાજીક, શારીરીક અને અગત્યનુ માનસિક આયોજન જરુરી છે. શ્રીમંત કે ગોદભરાઈ નો પ્રસંગ એક ઉપયોગી સામાજીક રીવાજ છે. જે આવનારી પ્રસૂતિ ને અનેક રીતે લાભકર્તા છે.