૬ માસના બાળકને શરદી-ખાંસી

મારા છ માસના બાળકને છેલ્લા થોડા સમયથી શરદી – ખાંસી થયેલ છે શું કરવુ ?  - ચાર્વીબેન (વડોદરા)

અમારો જવાબ : આ માટે કોઈ બાળરોગ વિશેષજ્ઞની સલાહ લેશો. સામાન્ય રીતે એલર્જી અને અસ્થમા ને લીધે ઘણી વખત શિશુને લાંબો સમય શરદી રહેતી હોય કે રાત્રીના ખાંસી આવી શકે છે. આવા કિસ્સામાં યોગ્ય દવાથી ફાયદો થઈ શકે છે. શિશુની ઉંમર ઘણી નાની હોઈ નિષ્ણાતની તપાસ/સલાહ વગર ઘરગથ્થુ દવાઓ કે અન્ય ઉપચાર ઘણી વાર ફાયદા કરતા નુકશાનકર્તા વધુ હોય છે.