બાળક માટેના નામની પસંદગી

બાળકનો જન્મ થતા અનેક ખુશી આવે અને હરખની હેલી ઘર- પરિવારમાં ફરી વળે.!! હવે ચાલુ થાય નામની શોધ... પહેલા આ માટે ફૈબા પર આધાર રખાતો અને ફૈબાનો આ અબાધિત અધિકાર આ સિવાય ધર્મ ગુરુ- ઘરના વડીલ વિ. પણ થોડા અંશે ભોગવતા..! હવે જમાનો બદલાયો મા બાપનો રોલ મહત્વનો બન્યો અને શિશુ જન્મની શરુઆતી પળોમાંથી પરવારે કે ચાલુ થાય એક મહાન ખોજ- ‘ધ નેમ હન્ટ’ ...! આ વાંચવા વાળા ઘણા ખરા.

અનુભવી મા-બાપ કદાચ મીઠા-ખાટા કે થકાવી નાખનારા સંભારણામાં ડૂબી જતા હોય છે. પણ આજે મારી અમર નામ યાત્રા એ વિષય પર હાસ્ય નિબંધ નથી લખવો એ કામ કદાચ શાહબુદ્દીન રાઠોડ કે અશોક દવે માટે છોડવા યોગ્ય છે.! આજે તો ખરેખર નવા માતા-પિતાની આ મુશ્કેલી હળવી કરવી છે અને મદદરુપ ટીપ્સ આપવાની છે.

નામ રાખવાની પ્રક્રિયામા પહેલા કેટલાક સિધ્ધાંતો નક્કી રાખવા

  1. નામ રાશિ મુજબ રાખવુ છે કે નહી તે નક્કી કરી જો રાશિ મુજબ રાખવુ તો જન્મ સમય પ્રમાણે રાશિ ચોક્ક્સ કરો.
  2. બહુ લાંબા કરતા ટૂંકૂ નામ પસંદ કરો વધુમાં વધુ ચાર અક્ષરવાળુ પસંદ કરવુ.
  3. નામ જો અર્થપૂર્ણ હોય તો વધુ સારુ.
  4. પસંદગીના નામને પિતાના નામ તથા સરનેમ સાથે લખીને જોઈ લેવુ તથા ટૂકમાં(initials) લખતી વખતે પણ સારુ લાગવુ જરુરી છે.
  5. મોર્ડન નામ કે અંગ્રેજી નામ પસંદ કરતા પહેલા તેના અર્થ અને શક્ય અપભ્રંશ વિશે વિચારી લેવુ.
  6. અન્ય ભાષાના નામો પસંદ કરતી વખતે ઉચ્ચારણ અને સ્પેલીંગ જોઈ લેવા.

નામ પસંદ કરવાના ઉપયોગી સ્ત્રોત

પરિવાર-મિત્રવર્તુળ

સામાન્ય રીતે પરિવાર અને મિત્રવર્તુળ ખૂબ ઉપયોગી થશે ખાસ કરી ભારતમાં કે જ્યાં હજુ પણ સંયુકત પરિવારો છે. દરેક પરિક્ષામાં સીનિયર જેમ જુનિયરને મદદરુપ થાય તેમ આમાં પણ નામનુ સૂચન મળી રહે તો ઘણી કસરતમાંથી બચી જવાય છે. મિત્રોમાં પણ ‘નાગર મિત્રો’ આમાં ખૂબ મદદરુપ થાય છે. નવા નામો અને અનોખા નામો પાડવામાં તેમનો કોઈ જવાબ નથી.! આવા કોઈ મિત્રને કામે લગાડવામાં કોઈ વાંધો નહી.!! બસ ક્યારેક બોલવામાં-લખવામાં કે સમજવામાં ભારે નામ આવી ન જાય તે ધ્યાન રાખવુ.!

પુસ્તકો- (Books)

ગુજરાતી ભાષામાં નામ પાડવા માટે ખૂબ જ ઓછા (વધુમાં વધુ ત્રણ કદાચ...) ઉપલ્બ્ધ છે વળી સમય અનુસાર આમાં કોઈ મોટો ફેરફાર આવેલો નથી અને નવા નામોની ઘણી વાર આમાં એન્ટ્રી થતી નથી.. જાણીતા પુસ્તકો નીચે મુજબ છે.

  1. મોહક બાળ નામાવલિ – લેખક – યશ રાય – ગાલા પ્રકાશન
  2. ચંદ્રકાંત બક્ષીના નવા નામો – લેખક ચંન્દ્રકાંત બક્ષી
  3. આધુનિક નામાવલી – લેખક અનંતભાઈ વ્યાસ

આ પુસ્તકો બધા લીડિંગ બુક શોપ્સ પર મળી જ જશે.

ઈંટરનેટ – વેબ સાઈટ

ઘણી બધી (ગૂગલ સર્ચ મુજબ - 53,100,000 !!! ) જેટલા વેબ પેજ માત્ર બેબી નેમ વેબ સાઈટ માટે સર્ચ કરતા મળી આવે છે. પરંતુ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નામો રાખવા અને તેમા પણ વિવિધતા જેમકે રાશિ – છોકરો કે છોકરી- ધાર્મિક નામ – અર્થપૂર્ણ નામ – ટ્વીન (જોડકા) માટે ના નામ ગોતવા ઘણા અઘરા હોય છે. આથી જેતે વેબ સાઈટ કદાચ આપણો મતલબ પાર ન પણ પાડે..!  તો આપનો સમય બચાવવા ઉપયોગીતાના ક્રમ અનુસાર આ વેબ સાઈટસ ને મારી દ્રષ્ટિએ નીચે મુજબ ગોઠવી શકાય.

વેબ સાઈટ લિંક વિશેષતા / ટીપ્પણી
https://www.bachpan.com પસંદગી નો અવકાશ - સરળ આયોજન – ગુજરાતી માં પણ
https://babynames.indobase.com પસંદગીનો વિશાળ અવકાશ- સરળ આયોજન ભારતીય નામો ની વિપુલતા
https://www.indiaparenting.com/names વિવિધ રાશિ – ધર્મ અનુસાર પસંદગી ઉપલબ્ધ નામો
https://www.hiren.info/indian-baby-names કલેક્શન સારુ છે
https://www.indianhindunames.com પસંદગી થોડી ઓછી – પ્રેઝેંટેશન ગીચ
https://www.wegujarati.com/kidsnames.asp પસંદગી ઓછી પણ સરળતા વધુ

આ વેબ સાઈટસ એકદમ યુઝર ફ્રેંડલી છે અને આપની જરુરત મુજબ વિકલ્પ મળી રહેશે.આશા છે આ લેખ આપને ઉપયોગી થશે અને આપના શિશુને સુંદર નામ આપી શકશો.