માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

સ્તનપાન વિશે ઓનલાઇન કોર્સ

વધુ વાંચતા લેખો

Image Description

શિશુને નવડાવવા માટેની વસ્તુઓ

સામાન્યતઃ બાથ ટોયઝ કે નહાતી વખતે ૨મવા માટેના ૨મકડાં ૪ થી ૬ માસ ૫છી વધુ ઉ૫યોગી છે. શરૂઆતના માસમાં બાળક તેનો ઉ૫યોગ કરી શકતું નથી કે આનંદ લઈ શકતું નથી.૨કમડાં લીસ્સી સપાટીના અને પાણીમાં તરી શકે તેવા ઓછા વજનના હોવા જરૂ૨ી છે. આ ૨કમડા બાળકને ૫સંદ ૫ડે તે તેવા મૂળભૂત રંગના હોય તે ૫ણ જરૂરી છે.

Image Description

મોટા સંતાનને તૈયાર કરવું

ભાઈ બહેન સાથે બાળકનો એક અનોખો અને હૂંફાળો સંબંધ હોય છે. અને આ સ્નેહતંતુ જીવન ૫ર્યંત ચાલુ ૨હે છે. પરંતુ, નાના બાળકો ખાસ કરીને ૫ વર્ષની નાની વયના બાળકો માટે નવા ભાઈ કે બ્હેનનું આગમન આશ્ચર્ય સાથે પોતાનું કદ લાડકોડ, સ્નેહ કે ચીજ વસ્તુ છીનવાઈ જવાનો બિન જરૂરી એવો ભય જન્માવે છે.

Image Description

નિઃસંતાનપણાના કારણો

પૃથ્વી પર સજીવો વિવિધ કાર્ય કરે છે. આમાંનુ એક કાર્ય એટલે પોતાનો વંશવેલો ટકાવી રાખવા સંતાન પેદા કરવુ કે પ્રજોત્પતિ. આને સામાન્ય વૈજ્ઞાનિક રીતે પુખ્ત વયના સ્ત્રી અને પુરુષ વચ્ચે બનતી એક પ્રાકૃતિક- જૈવિક ક્રિયા કહી શકાય. પરંતુ આ પ્રક્રિયા સરળ નથી અને દરેક મિલનનું અંતિમ પરિણામ પણ સંતાન ઉત્પતિ નથી.

Image Description

IVF અને ટેસ્ટટ્યૂબ બેબી

નિઃસંતાનપણાની સારવારમાં ટેસ્ટટ્યુબ બેબી સારવારે અનેક દંપતિને ઘેર શેર માટીની ખોટ ભાંગી છે. ટેસ્ટ ટ્યુબ બેબી પધ્ધતિ આજે પહેલાના સમય ના 10 થી 12 ટકા ના સફળતા અંકને બદલે વધીને અંદાજે 50 ટકા થી વધુ કિસ્સામાં સફળ થાય છે.

Image Description

બાળકો માટેનો ખોરાક

બાળકને શું ખવડાવવુ ડોક્ટર ...?!! લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને શું ખવડાવુ કે તે ખૂબ સરસ તંદુરસ્ત રહે... અને પછી અનેક સલાહો અને થોડી દવાઓ લખવા સાહેબને ઘણી વાર મજબૂર કરવામાં પણ આ મમ્મીની લાગણી કામ કરી જતી હોય છે

Image Description

સ્તનપાનની વૈજ્ઞાનિક પદ્ધતિ

સ્તનપાન નવજાત શિશુની મુખ્ય આવશ્યકતા છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તન પાન જ કરાવવુ જોઈએ. ઉપર થી આ સિવાય કોઈ પણ અન્ય પદાર્થ કે વસ્તુ કે પાણી પણ ન આપવા જોઈએ. વળી પ્રથમ બે વર્ષમાં શિશુનો શારીરીક અને ખાસ કરી માનસિક વિકાસ પણ ખૂબ ઝડપી રીતે થશે.

બચ્ચા પાર્ટી બિન્દાસ વિડિઓ

ઉપયોગી વિડિઓ

સ્તનપાન વિશે ઓનલાઇન કોર્સ

સત્યઘટનાઓ

માર્થા મેસન - જેણે પોલીઓને પરાસ્ત કર્યો

લેટીમોર કે જે નોર્થ કેરોલીનામાં આવેલ માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતુ નાનાકડુ ગામ છે ત્યાં રાતના તારા ચમકી રહ્યા હતા પણ ચંદ્રના શાંત પ્રકાશમાં પણ અગિયાર વર્ષની એક બાળકી માર્થા કણસી રહી હતી. પોતાના બેડ પર સુતેલી માર્થાનુ સમગ્ર શરીર તૂટી રહયુ હતુ !. તાવ અને આ પીડાના અસહ્ય વેદનાના આંસુ તે મનોમન પી રહી હતી. માર્થાને ખૂબ પ્રેમ કરતા તેના માતા પિતા બાજુના ઓરડામાં જ સૂતા હતા અને કદાચ તેમને બોલાવવા એક નાનો હલકારો જ કાફી હતો પરંતુ એ દિકરી પોતાની પીડા પોતાના હ્ર્દયમાં જ સંઘરી રાખી માતા પિતાને રાત્રે ઉઠાડવા માગતી ન હતી કારણકે આગલી ઘણી રાત્રિથી જાગેલા માતાપિતા આજે જ તેના 13 વર્ષીય ભાઈની દફનવિધી કરી ઘણા દિવસો પછી પહેલી વાર આરામ કરી રહ્યા હતા.! એમનો વ્હાલસોયો પુત્ર પોલિયોના રોગમાં મૃત્યુ પામેલ હતો.!

સંજીવની - ગુપ્તદાનનું આદર્શ ઉદાહરણ

વાત છે લગભગ ઈસ. 1999 ની બાળરોગવિભાગમાં ત્યારે હું રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. 6 માસના એક શિશુને ખેંચ આવવાથી ગંભીર હાલતમાં દાખલ કરાયેલ. પ્ર્રારંભિક સારવાર અને દવાઓ થી તેને થોડી રાહત થઈ પરંતુ મગજ ના અંદર ના ભાગે ક્યાંક લોહી વહેવા થી આવું બન્યુ હોય તેવી સંભાવના પ્રબળ હતી. મગજમાં લોહીના જમા થવાથી મગજ પર ભારે દબાણ ની સ્થિતી સર્જાઈ હતી જે આ શિશુના શ્વાસોચ્છવાસ અને હ્રદયના ધબકારાને પણ અનિયંત્રીત કરી રહી હતી. લાંબો સમય આ પરિસ્થિતી રહે તો જીવનું જોખમ સો ટકા હતું. શિશુનુ આ પરિસ્થિતીમાં નિદાન માટે સી.ટી.સ્કેન (મગજનો અંદરનો એક્સ રે) કરી જોવું ખૂબ જરુરી હતુ.

માતૃઈચ્છાએ જયારે ઈશ્વરને મનાવ્યો

ગુજરાત ના એક જાણીતા શહેરના એક નામાંકિત સ્ત્રી રોગ વિશેષજ્ઞ સ્મિતાબેન આજે ખૂબ ખૂશ હતા.  સ્ત્રી રોગ વિશેષજ્ઞ તરીકે અનેક સ્ત્રીઓને માતૃત્વની કેડીએ એક રાહબર તરીકે સાથ આપ્યા બાદ આજે ઈશ્વરકૃપાથી તેમને ત્યાં પણ એક ફૂલ ખીલવાના એંધાણ એમના પોતાના પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ જણાઈ રહ્યા હતા. યસ કોંગ્રેચ્યુલેશન્સ ! યુ આર પ્રેગ્નન્ટ! એવુ અનેક લોકોને કહેનાર ડોક્ટરને આ વિધાન હવે પોતાની જાતને જ કહેવાનુ થયુ ત્યારે તે વિધાન સાથે પોતે અનેક લોકોને કેટલી ખુશી આપી હશે તેનો પહેલી વાર અનુભવ હવે તેમને થઈ રહ્યો હતો. એમણે જ્યારે પોતાના ડોક્ટર પતિને આ વિષયે જાણ કરી ત્યારે તેમને પણ જીવનની સૌથી ખુશનુમા ઘડી આજે એમના ઘેર અટકી ગઈ હોય તેવુ લાગ્યુ.

ઓડીઓ સ્ટોરીઝ