મિત્રો આજે એક અનોખા ડોક્ટર અને માતૃબાળ અને સમાજ ઉપયોગી સાહિત્યના દંતકથા સમાન લેખક ડો. પ્રજ્ઞા પૈ ની વાત..મારા જેવા અનેક લોકો જેમને વાંચીને લખવાની પ્રેરણા મેળવે છે તેવા આ ગુજરાતી લેખક ની જીવન વિશેની વાત અને તેમનો સંદેશ આપના સુધી પહોંચાડવાનો મારો આ પ્રયાસ ચોક્ક્સ આપને સ્પર્શશે. એક પત્ર ઈન્ટરવ્યુ દ્વારા મેં તેમને પૂછેલા પ્રશ્નો અને જવાબ પ્રસ્તુત છે. ખાસ તેમના દ્વારા અપાયેલ માતાપિતા માટેનો સંદેશ ખરેખર હૃદય સ્પર્શી છે.
ડો.પ્રજ્ઞા પૈ – એક પ્રખ્યાત લેખક -એક વિરલ વ્યક્તિત્વવધુ વાંચો... Comments (5)
મેડીકલ પરિક્ષાઓમાં સર્જાતી રમૂજ
મમ્મીની મલકાતી દુનિયા...! - એક પ્રેરક વાત
બાળ સારવારમાં બનતા રમૂજી પ્રસંગો
માતૃ ઈચ્છાએ જયારે ઈશ્વર ને મનાવ્યોગુજરાત ના એક જાણીતા શહેરના એક નામાંકિત સ્ત્રી રોગ વિશેષજ્ઞ સ્મિતાબેન આજે ખૂબ ખૂશ હતા. સ્ત્રી રોગ વિશેષજ્ઞ તરીકે અનેક સ્ત્રીઓને માતૃત્વની કેડીએ એક રાહબર તરીકે સાથ આપ્યા બાદ આજે ઈશ્વરકૃપાથી તેમને ત્યાં પણ એક ફૂલ ખીલવાના એંધાણ એમના પોતાના પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ જણાઈ રહ્યા હતા. યસ કોંગ્રેચ્યુલેશન્સ ! યુ આર પ્રેગ્નન્ટ! એવુ અનેક લોકોને કહેનાર ડોક્ટરને આ વિધાન હવે પોતાની જાતને જ કહેવાનુ થયુ ત્યારે તે વિધાન સાથે પોતે અનેક લોકોને કેટલી ખુશી આપી હશે તેનો પહેલી વાર અનુભવ હવે તેમને થઈ રહ્યો હતો. એમણે જ્યારે પોતાના ડોક્ટર પતિને આ વિષયે જાણ કરી ત્યારે તેમને પણ જીવનની સૌથી ખુશનુમા ઘડી આજે એમના ઘેર અટકી ગઈ હોય તેવુ લાગ્યુ. "ખરચુ"!!
અમે બાળરોગ વિભાગમાં રેસીડેન્ટ તરીકે કાર્ય કરતા ત્યારની આ વાત છે. રેસીડેન્ટ ડોકટર તરીકે અમારે મોટા સાહેબ રાઉન્ડ લેવા-દર્દી તપાસવા આવે તે પહેલા બધા દર્દીને તેમની બિમારી વિશેની વિગત અને તેનુ શારીરીક અવલોકન કરી ને જે તે દિવસ માટે જરુરી દવા આપવા અંગે નોંધ કરવાની હોય છે. અમારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે દર્દીનો ધસારો ખૂબ રહે. ગામડાથી લઈને શહેરના રહેણી કરણી અને ભાષા માં અનેક પ્રકારની વિવિધતા વાળા આ બધા દર્દીઓ સાથે વાર્તાલાપ કરવાનો આવે. ગુજરાતી ભાષાના પણ વિવિધ પ્રકાર હોઈ શકે તે ત્યારે જ સમજાય અને દરેક દર્દીની રજૂઆત પણ અલગ હોય કંઈક અંશે આપણા બ્લોગજગત જેવુ.! જ્હોન અને પેન્ની - અમેરિકન દંપતીબેંગ્લોરની મનીપાલ હોસ્પીટલ નવજાત શિશુ સારવાર માટે દક્ષિણ ભારતમાં ખૂબ મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં મારી નવજાતશિશુ નિષ્ણાત બનવા અર્થેની તાલીમ દરમ્યાન બનેલ એક કિસ્સો આજે રજૂ કરુ છુ. અબ્દુલ - આઈ. એમ. એન. સી. આઈ. ની ટ્રેઈનીંગઅબ્દુલ ના માતાપિતા નાના ગામમાં શાકભાજી વહેંચતા પણ સંતોષપૂર્ણ જીવન જીવતા. ગામના બીજા બાળકોની માફક અબ્દુલને પણ ગામમાં ચાલતી આંગણવાડીમાં મૂકવામાં આવ્યો. નાના ગામમાં ચાલતી આંગણવાડી મોટા શહેરોની પ્લેસ્કૂલ અને કિંડર ગાર્ડન ની ગરજ સારે છે.! માતા-પિતા અહીં બાળકોને મૂકી સવારના ભાગે કામે નિશ્ચિંત બની જઈ શકે છે. નાની બેદરકારી જ્યારે જાનલેવા બને છે..(Accidental injury to newborn)નવજાત શિશુ એક કોમળ ફૂલ જેવા હોય છે અને માતા-પિતાનુ જરાક બેધ્યાનપણુ કે અજ્ઞાનતા તેને પળવારમાં મુરઝાવી શકે છે. નવજાત શિશુની આવશ્યક સંભાળ માં ખાસ ધ્યાન આપવુ જરુરી છે. પરંતુ ક્યારેક કપડા- વસ્ત્રોની પસંદગી અને પહેરાવવાની વિધિને પણ ખૂબ ધ્યાનથી કરવાની જરુર છે. આજે એવા એક તાજા બનેલા પ્રસંગની વાત કરવી છે જે સાંભળી ને આપના રુંવાટા ચોક્કસ ખડા થઈ જશે પરંતુ જો ધ્યાન ન રખાય તો એ ઘટના આપના ઘર-પરિવાર પણ થઈ શકે!! ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની....!આમતો ડોક્ટરોને સમાજમાં રહેતા અસામાજિક પ્રાણી તરીકે ગણાય છે- કારણકે દરેક સામાજિક પ્રસંગોએ એમની ગેરહાજરી હોય કે કસમયે પધરામણી હોય..! મોટા ભાગના પ્રોમિસ સાહેબ પાળતા ન હોય એટલે ઘરમાં-પરિવારમાં એમની કોઈ પ્રસંગે ગણતરી ન થતી હોય કે ન એમની પાસે કોઈ કામની અપેક્ષા લેવાતી હોય. આમ જુઓ તો મારા જેવા લેટ લતીફોને તે ઈમ્પ્રેશનનો ફાયદો થાય છે આપણી ભૂલ ઢંકાય જાયને !! |
|
|
| JPAGE_CURRENT_OF_TOTAL |
સત્યઘટનાઓ
પ્રસુતિની ડ્યુ ડેઈટ
છેલ્લા માસિકની તારીખ
પ્રસુતિની આશરે તારીખ






આમ તો એમ.બી.બી.એસ. પરિક્ષા આઈ.એ.એસ. સમક્ષ ગણાય છે અને વળી આમાં માનવીના તબીબી પરિક્ષણ નું પણ અઘરુ પ્રાયોગિક કાર્ય રહેલુ હોય તે જબરજસ્ત ટેન્શન લાવે છે. પરિક્ષાનું ટેન્શન અને કંઈક અંશે યુવાવયની શરુઆતી નિર્દોષતા ઘણી વાર આ અતિ ગંભીર માહોલમાં પણ હાસ્યના ફૂવારા છોડી દે છે... આજે પ્રસ્તુત છે આવા જ બે પ્રસંગો
મિત્રો આજે વાત કરવાની છે એક જીવન સંધ્યામાં પણ દૈદીપ્યમાન એવા મમ્મીની !! એમની ઉંમર હાલ છે 78 વર્ષની ! બાળપણ માં એક સુશિક્ષિત પરિવારના મોટા સંતાન તરીકે ભણતરમાંથી કે એક ગૃહિણી તરીકે સંસાર ચલાવવામાંથી કે એક અંગ્રેજી શિક્ષક તરીકે બાળકોને ભણાવવામાંથી એમને ક્યારેય પોતાના માટે સમય ન મળ્યો. પણ આ બા રીટાયર થયા અને શરુ થઈ પોતાના શોખ માટે ની અને એક નિજાનંદની દુનિયા ...!!

