• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

તાપમાન જાળવો

નવજાત શિશુનું તાપમાન જાળવો. ગર્ભાવસ્થામાં શિશુ માના ગર્ભમાં ગર્ભ જળ (amniotic fluid) માં તરતુ હોય છે. આ ગર્ભજળનું તાપમાન સામાન્યતઃ માતાના શારીરીક તાપમાન કરતા એક ડીગ્રી વધુ હોય છે. શિશુના વિકાસમાં આ એક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જેમ મરઘી પોતાના ઈંડાને સેવે તેમ જાણે કે ગર્ભસ્થ શિશુ માતાના પેટમાં હૂંફ મેળવે છે.

 

કાંગારુ માતૃસુરક્ષા

અધૂરા મહિને અવતરેલા ઓછા વજન ના નવજાત શિશુઓને જન્મ પછી તેમનું શારીરીક તાપમાન જાળવવામાં અનેક તકલીફો પડે છે. જો તાપમાન ન જળવાય તો તેમનો વૃધ્ધિ અને વિકાસ અટકી જાય છે અને ઘણા કિસ્સામાં ઠંડીને લીધે ચયાપચયની ક્રિયા મંદ પડી જવાથી અનેક ગંભીર અસરો જોવામળે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

 

નાળની સંભાળ

Cord care

ગર્ભસ્થ શિશુ માતાની સાથે નાળની મદદ થી જોડાયેલુ હોય છે. આ નાળ વાટે લોહીની નળીઓ શિશુ અને માતાને જોડે છે. પ્રસુતિ પછી નાળ કાપી દૂર કરાતા શિશુનું  માતાથી અલગ અસ્તિત્વ શરુ થાય છે. શિશુની સાથે નાળનો એક નાનો ટૂકડો ચોંટેલો હોય છે.આ ભાગ ધીરે-ધીરે સૂકાઈ જાય છે અને ખરી જાય છે અને  તે જગ્યાએ નવી ત્વચા આવતા વયસ્ક મનુષ્ય જેવી ડૂંટી ઉભી થાય છે.

 

આંખોની સંભાળ

નવજાત શિશુ ની આંખ અત્યંત કોમળ અને નાજુક હોય છે. આ આંખોની નીચે મુજબ સંભાળ લેશો.

  1. આંખોને દિવસમાં એક વાર રોજ નવડાવયા પછી ગરમ પાણી (સહન થઈ શકે તેટલુ)થી સાફ સુતરાઉ રુમાલ વડે હળવેથી સાફ કરો. આ માટે સૌપ્રથમ આપના હાથ સાબુથી ધોઈ સાફ કરવા પડશે. તમારા હાથની આંગળીઓમાં નખ વધેલા ન હોવા જોઈએ નહિંતો શિશુને ચેપ લાગવાનુ  કે ઈજા પહોંચવાનુ જોખમ વધી જાય છે.
 

ચેપથી રક્ષણ

નવજાત શિશુ માતાના પેટમાં એક અત્યંત સુરક્ષિત વાતાવરણમાં રહે છે. આ વાતાવરણમાંથી બાહર આવ્યા પછી શિશુએ પોતાનું રક્ષણ જાતે કરવુ પડે છે. પરંતુ નવજાત શિશુની સુરક્ષા પ્રણાલિ ઘણા અંશે પુખ્ત વયના વ્યક્તિ ની સરખામણી એ નબળી હોય છે. આથી નવજાત શિશુને ચેપ લાગવાની મોટાની સરખામણી એ અનેક ગણુ વધુ છે.

 

નવડાવવા વિશે

નવજાત શિશુને નવડાવવા વિશે અનેક ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તતી જોવા મળે છે. ઘણા ખરા લોકો શિશુને હજુ પણ જન્મ પછી તુરંત નવડાવવાનો આગ્રહ રાખે છે. જન્મ પછી તુરંત નવડાવવા સાથે શિશુને ઘણુ નુક્શાન થવા સંભવ છે. જેમકે સૌથી મોટુ જોખમ શિશુનું ઠંડુ પડવા વિશે છે અને ઠંડુ પડવાથી શિશુને ગંભીર તકલીફ સર્જાઈ શકે છે તેનુ મૃત્યુ પણ થઈ શકે છે. વળી નાળ પલળે તો ચેપ લાગવાનું પણ જોખમ છે.

 

નવજાત શિશુને હળવો સ્પર્શ કે માલીશ (comfort touch)

comfort touch/gujmomસ્પર્શેન્દ્રિય મનુષ્યની ખૂબ ઉપયોગી ઈન્દ્રિય છે. હળવો સ્પર્શ આનંદદાયક તો હોય જ છે પણ તેના બીજા પણ અનેક ફાયદા છે. નવજાત શિશુ ને પણ સ્પર્શેન્દ્રિય પ્રમાણ માં ઘણી સતેજ હોય છે અને સંવેદનશીલ હોય છે. નવજાત શિશુને ખરા અર્થમાં પુખ્ત માલીશ કે મસાજ ની બદલે હળવો સ્પર્શ જ જરુરી છે અને આ ભેદ પારખવો ખૂબ જરુરી છે નહિતો ફાયદા ને બદલે નુકશાન થવાને વધુ સંભવ છે.

 

રસીકરણ

યોગ્ય અને ચોક્કસ સમયે કરાવેલું રસીકરણ વ્યક્તિને બાળપણમાં તેમજ સમગ્ર જીવનકાળમાં રોગમુક્ત રાખે છે. આ માટે ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા ભારતીય બાળકો માટેનું રસીકરણ પત્રક જાહેર કરેલું છે. આ રસીકરણ પત્રક આ લેખમાં દર્શાવેલ છે. આપ આપના બાળકની જન્મતારીખનો ઉપયોગ કરીને આ પત્રક પરથી આપના બાળક માટેનું પત્રક બનાવીને પ્રિન્ટ કરી શકો છો.

 

નવજાત શિશુનું વિશિષ્ટ રક્ત પરિક્ષણ

Newborn blood screening for inborn errors of metabolism

રમેશ અને મીતાને ઘેર ફરી આનંદનો પ્રસંગ હતો. ફરી આનંદનો એટલા માટે કે આ પહેલા પણ મીતાને બે વખત પ્રસુતિ થઈ ચૂકી હતી પરંતુ એ પછી પણ તેમના ઘેર સંતાન સુખ ન હતુ. આગળ ઉપર બે વખત પૂરા નવમાસ સગર્ભાવસ્થા ખૂબ સાધારણ અને કોઈ પણ તકલીફો રહિત હતી. સ્ત્રીરોગ વિશેષજ્ઞ દ્વારા સગર્ભાવસ્થાની તમામ તપાસ પણ નોર્મલ હતી.

 

નવજાત શિશુ સંભાળ અંગેની કેટલીક સર્વ સામાન્ય ગેરમાન્યતાઓ

 

નવજાત શિશુ સંભાળ અંગેની કેટલીક સર્વ સામાન્ય ગેરમાન્યતાઓ

1.નવજાત શિશુને કમળો થાય તો માત્ર સૂર્ય પ્રકાશમાં રાખવાથી તે મટી જાય છે.

હકીકત – નવજાત શિશુઓમાં જોવા મળતો સામાન્ય કમળો(un conjugated hyper billirubinemia) 70%થી વધુ શિશુઓમાં જોવા મળે છે. મહદ અંશે શિશુઓ પોતાની શારીરીક ક્રિયાઓ દ્વારા જ આ કમળા પર કાબુ મેળવી લેતા હોય છે.પરંતુ આમાંથી ફોટો થેરાપી કે લોહી બદલવા જેવી સારવાર માત્ર 30% શિશુઓમાં જરુરી બને છે. આ શિશુઓમાં કમળાનું પ્રમાણ જોખમી બને તે પહેલા કાબુમાં લેવુ જરુરી છે. આ માટે જરુરી અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાસ પ્રકારની બ્લુ લાઈટ દ્વારા માત્ર ફોટોથેરાપીની મદદથી આપી શકાય છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો હોવા છતા તે સારવાર માટે જરુરી માત્રા માં હોતા નથી આથી કોઈ ખાસ ફાયદો થતો નથી. વળી સૂર્યપ્રકાશ આપવા માટે જો શિશુને ખુલ્લુ રાખવામાં આવે તો તે ઠંડુ પડી જવા સંભવ છે અને આથી વિપરીત જો વધુ ગરમી લાગશે તો પણ શિશુની ત્વચાને નુકશાન થશે અથવા પાણી ઘટી જવાનું પણ જોખમ રહેલુ છે.

 



Gujarati website for parenting and motherhood