ગર્ભસ્થ શિશુનો વિકાસ
- છેલ્લા માસિકના આશરે 14મા દિવસે માતાનું અંડબીજ ગર્ભાશયમાં આવશે. ત્યારે પિતાના શુક્રકોષ સાથે મિલન થતા ગર્ભ શરુ થશે.
- પિતાના શુક્રકોષના કે રંગ સુત્રોના આધારે ભાવિ ગર્ભની જાતિ સ્ત્રી કે પુરુષ નક્કી થશે. આ માટે માતા જવાબદાર નથી.
- ચેતાનલિકા અને શરુઆઅતી તબક્કાનું ચેતાતંત્ર જે ભાવિ મગજ કરોડરજ્જુ વિ. બનાવશે તે નિર્મિત થાય છે.
- હૃદય અને રુધિરાભિસરણ તંત્રની પ્રારંભિક રુપરેખા નક્કી થાય છે. આ સમયે ગર્ભની કુલ લંબાઈ 1 ઈંચના 100મા ભાગની જેટલી જ છે.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- અંદાજીત ગર્ભાધાનના 21માં દિવસે એટલે કે પાંચમાં અથવાડિયાની સગર્ભાવસ્થામાં શિશુનું હૃદય ધબકવાનું શરુ કરશે.
- હૃદય હવે ધીમે ધીમે વિક્સીત બની ચાર ખાનાવાળુ બની જશે. જે જીવનભર રક્ત સંચાર કરશે.
- શિશુનાં હાથ તથા પગ જેમાંથી બનશે તે શરીરના ભાગો બનવાનું પ્રારંભિક માળખુ બનશે. ધીમે-ધીમે હાથ-પગ-આંગળી-નખ બનશે.
- ગર્ભનાળનું સર્જન થશે જે માતામાંથી પોષક દ્રવ્યો માતાને શુધ્ધિકરણ અને નિકાલ માટે આપશે.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- ગર્ભસ્થ શિશુ હવે મહદ અંશે એક માનવબાળની સૂક્ષ્મ પ્રતિકૃતિ જેવુ લાગે છે.
- માથુ આંખ-કાન-નાક વિ. ચહેરાઅની રુપરેખા લગભગ નિર્ધારિત બનશે.
- હાડકા અને સ્નાયુઓની ગોઠવણ શરીરનું માળખાકિય બંધારણ યોગ્ય રીતે ગોઠવવાનું ચાલુ થશે.
- ઘણાંખરા હાડકાના જોડાણો-સાંધા બની ચૂક્યાઅ હશે જેથી શિશુ થોડી પ્રાથમિક કક્ષાનું હલનચલન કરશે. પરંતુ આ ખૂબજ સૂક્ષ્મ અને ક્ષણિક હલન ચલન હોવાથી આપને આનો અહેસાસ થશે નહિ.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- મગજના વિકાસનું માળખુ અને ચેતાતંત્રની રુપરેખા મહદ અંશે પૂર્ણ થાય છે. પ્રારંભિક તબક્કાની હલંચલન જેવી ક્રિયાઓમાં ચેતાતંત્રની સક્રિયતા નજરે ચડે છે. ગર્ભસ્થ શિશુ હવે દુઃખ અનુભવી શકે છે. !!
- નવજાત શિશુની દુઃખ/ દુઃખાવા પ્રત્યેની સંવેદનશીલતા પ્રથમ વખત લગભગ હવે જોવા મળે છે.
- ગર્ભાશયનીએ કોથળીના પાણીમાં શિશુ તરતુ રહે છે. તે આ પાણી પણ હવે પી શકે છે. આ માસના અંત સુધીમાં આ પાણી અંદાજે 250 મિલિ જેટલુ થશે.
- ગર્ભસ્થ શિશુની ડોક હવે વિકસતા બાળકની દાઢી છાતીથી અલગ રહેશે.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- હવે ગર્ભસ્થ શિશુ વધુને વધુ મનુષ્ય સમુ લાગે છે. હાથ- પગ ની લંબાઈ વધશે. હવે પગની લંબાઈ કુલ લંબાઈની લગભગ અડધી જેટલી થાય છે. આંખો આગળની તરફ ગોઠવાયેલી પરંતુ બંધ રહે છે.
- ગર્ભસ્થ શિશુના હાથ-પગ અને શરીરમાં સ્નાયુઓનો વધારો અને વિકાસ થાય છે. હાડકા વધુ મજબૂત બને છે.
- શિશુની ત્વચા એક સ્નિગ્ધ-સફેદ રંગનું પ્રવાહી દ્રવ્ય બનાવે છે. જે ત્વચાને વધુ રક્ષણ અર્પે છે.
- મહદ અંશે ઉંઘ અને આરામનું એક સ્વસ્થ ચક્ર ધરાવે છે. મહદ અંશે ઉંઘ ઘેરી અને થોડી સક્રિય અવસ્થાનો યોગ્ય તાલમેલ જોવા મળે છે.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- મગજના કોષોનો ખૂબ ઝ્ડપી વિકાસ ચાલુ રહેશે. આ માસમાં અત્યંત અટપટે એવીએ ચેતાકોષોની સૂક્ષ્મતમ ગોઠવણી થશે અને માનસિક વિકાસ ની આ પ્રક્રિયા પ્રથમ પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.
- શિશુની શ્રાવ્ય શક્તિ સાથે યાદશક્તિ વધતી જતા તે વારંવાર સાંભળેલ પુસ્તક-ગીત-કે સંગીત યાદ રાખશે.
- હવે શિશુની ત્વચા પ્રમાણમાં થોડી જાડી થશે જેથી પારદર્શિતા ઘટશે. વળી ત્વચાની નીચે ચરબીનું પ્રથમ પડ બનશે.
- હાથ પગની હલન-ચલન હવે ખૂબ વ્યવસ્થિત તથા શક્તિશાળી હશે. જે માતા તરીકે આપ મહેસુસ કરી શકશો.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- શિશુનું મગજ હવે શરીરના ઘણા ખરા ભાગો પર નિયંત્રણ કરે છે.
- મગજમાં થતા ઈલેકટ્રીક તરંગો હવે ઘણાં સુનિર્દેશીત અને લગભગ નવજાત શિશુ જેવા હોય છે.
- શરીરના માળખાને ટેકો આપતી કરોડના અસ્થિ રચનામાં હવે લગભગ 150 સાધા 33 રીંગ અને 1000 લીગામેન્ટસ વડે મજબૂત રચનાકીય માળખુ બને છે.
- નાકના નસકોરા અને તેની સૂંઘવાની શક્તિ ધીમે ધીમે ખીલતી જાય છે.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- શિશુ હવે નવજાત શિશુની પ્રતિકૃતિ સમાન લાગે છે.
- તેના શરીરમાં હવેના તબક્કે ચરબી-હાડકામાં કેલ્શયમ અને ફોસ્ફોરસ અને અન્ય તત્વો અને બીજા ઉપયોગી તત્વો સંગ્રહિત થવાનું કાર્ય થશે.
- મગજનો વિકાસ હજુ એજ ઝડપે અટપટા એવા ચેતાકોષો અને તંતુના જોડાણો સર્જે છે.
- પંચેંદ્રીયના વિકાસ સાથે શિશુ હવે જોવા-સાંભળવા-સ્પર્શ-સ્વાદ અને સૂંઘવાની શક્તિ વિકસાવે છે અને પ્રયોગ દ્વારા વધુ માહેર બને છે.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- આ માસની શરુઆતે ગર્ભાશયની કોથળીમાં પાણીનું પ્રમાણ સમગ્ર સગર્ભાવસ્થા દરમ્યાન સૌથી વધુ સ્તરે હશે. જે હવે ધીરે ધીરે ઘટતુ જશે.
- શરીરમાં ચરબીના જમાવથી અંગો – હાથ-પગ ઘાટીલા બનશે.
- ચામડી હવે વધુ નરમ પરંતુ મજબૂત બને છે.
- હાથ-પગ- શરીરના હાડકા વધુ મજબૂત બને છે. જોકે ખોપરીના હાડકા પ્રમાણમાં પોચા અને એકબીજા પર સરકી શકે તેવી રીતે ગોથવાયેલ હોય છે. જે જન્મ સમયે ગર્ભાશયના મુખમાંથી બાહર આવવામાં મદદરૂપ બનશે.
ગર્ભસ્થ શિશુનો વિકાસ
- હવે શિશુનો વિકાસ ધીમેધીમે સંપૂર્ણતા તરફ ધપે છે. માત્ર આખરી ઓપ રુપે જરુરી સંગ્રહ થઈ શકે તેવા ઉપયોગી તત્વો જેવાકે ચરબી-કેલ્શ્યમ-વિટામીન વિ. નો સંગ્રહ થયા કરશે.
- આ માસના અંત સુધીમાં શિશુનું શરીર 66% થી 75% પાણી અને 15% ચરબી ધરાવતુ સંપૂર્ણ બનશે.
- શિશુનું ગર્ભાશયની દિવાલમાંથી આવતા ઝીણા પ્રકાશ પ્રત્યે ધ્યાન ખેંચી શકાય છે. અને બાહ્ય પ્રકાશ તરફ તે પોતાનુ મુખ ફેરવતુ જોઈ શકાય છે.
- પ્રકાશ પ્રત્યેની આ સંવેદનશીલતા તેનું રાત દિન નું ચક્ર ગોઠવશે. આથી સમજુ માતાઓ રાત્રે સમયસર સુવે !!
|
|
|
JPAGE_CURRENT_OF_TOTAL |