• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

પ્રસુતિ ની જોખમી પરિસ્થિતી

Sonography - website for gujarati mothers

જે પ્રસુતિ દરમ્યાન કે પછી માતા અથવા બાળકનું આરોગ્ય જોખમાઈ શકે છે તેને જોખમી –પ્રસુતિ (High Risk Delivery) કહેવાય છે. માતા અને નવજાત શિશુ માટે જોખમી એવા વિવિધ પરિબળો કે આરોગ્યલક્ષી કારણો સામાન્યતઃ 20 થી 30 ટકા પ્રસુતિમાં જોવામળે છે. Read More

 

ગર્ભસ્થ પરિવહન

આધુનિક વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી આથી હવે ઘણાખરા નવજાત શિશુકે જેઓ અધૂરા મહિને જ્ન્મયા હોય કે શારીરિક ખોડખાપણ કે જન્મજાત બિમારી ધરાવતા હોય તેને ઘનિષ્ઠ સારવાર (neonatal intensive care) દ્વારા બચાવી શકાય છે. સામાન્યતઃ આવા કિસ્સામાં પ્રસુતિની ક્રિયા સરળ હોય છે અને માતાને તબીબી દ્રષ્ટિએ ખાસ સઘન સારવારની જરુર રહેતી નથી. પરંતુ જન્મનાર શિશુને ખૂબ સઘન અને ઉચ્ચ કોટિની અને અનેક આંટીઘૂટી વાળી સારવાર જરુરી બને છે. વળી આવી સારવાર માટે ખાસ તાલીમ બધ્ધ નવજાત શિશુ નિષ્ણાંત અને અત્યંત આધુનિક સાધનોની જરુર પડે છે.

 

પ્રસુતિ માટેના ડોક્ટરની પસંદગી

માતા અને ગર્ભસ્થ શિશુ બંને માટે આ૫ કયા ડોકટરોની ૫સંદગી કરશો? આ૫ના વ્હાલાં શિશુના જન્મ સમયે હાજર રહેશે તે તબીબો વિશે કેટલીક જાણકારી મેળવી અને આ તબીબોને સુવવાડ ૫હેલાં મળવું અત્યંત જરૂરી છે. સામાન્યતઃ માતાઓ સ્ત્રી રોગો વિશેષજ્ઞ ગર્ભધાન થી નિર્ધારિત હોય છે ૫રંતુ જો સુવવાવડ પીયરે કરાવવાની થાય અથવા તો સ્થળ બદલાય તો કેટલીક ખાસ બાબતોની તપાસ કી આ૫ના માટે યોગ્ય સ્ત્રી રોગ વિશેષજ્ઞ નકકી કરી તેમની એપોઈન્ટમેન્ટ મેળવી લો અને આ૫ના સુવવાડના સમયે તે હાજર રહી શકશે કે કેમ તે પૂછી લો. પ્રસૂતિની સરળ પ્રકિ્રયામાં ૫ણ આંટીઘુંટી આવી શકે આથી વિશેષજ્ઞનો સાથ સહકાર ૫હેલાથી નિર્ધારિત કરો.

 

પ્રસુતિ માટે હોસ્પીટલ જતા પહેલા

પ્રસુતિ સામાન્ય હોય તો ૨૪-૪૮ કલાક અને સિઝેરીયન ડિલેવરી હોય તો ૪ થી ૭ દિવસ હોસ્પિટલમાં ૨હેવું લગભગ સામાન્યતઃ બનતું હોય છે. આવા વખતે ઘણીવા૨ મોટા શહેરોમાં રોજ ઘે૨ જવા-આવવાનું ૫૨વડે નહીં.

 

પ્રસુતિ પહેલા ની ચિંતાજનક પરિસ્થિતી ઓળખો

પ્રસૂતિ એ એક એવી ઘટના છે કે જેમાં કોઈ૫ણ ૫ળે ૫રીસ્થિતિ બદલાઈ શકે છે. સગર્ભા અવસ્થાની ખુશી એ મૂંઝવણ કે જોખમી ૫રીસ્થિતિમાં ૫લટાઈ શકે છે. આથી સતત તબીબી દેખરેખ અને માર્ગદર્શન નિયમિત રીતે મળે તેની કાળજી રાખો.

 

સામાન્ય પ્રસુતિ

આખરી માસિકની તારીખ થી અંદાજે 280 દિવસબાદ એટલેકે 37 થી 42 અઠવાડીયા બાદ શિશુનો જન્મ થતો હોય છે. આ માટેની અંદાજીત તારીખ EXPECTED DATE OF DELIVERY (EDD ) તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ તારીખ માત્ર તૈયારી અને સાવચેતીનો અંદાજ બાંધવા પૂરતી જ હોય છે. ગર્ભસ્થ શિશુઓ આ તારીખના પાબંદ હોતા નથી...! એકાદ બે અઠવાડીયા આગળ કે પાછળ આવવુ એ તેમની નોર્મલ આદત ગણી શકાય.

 

સિઝેરીયન પ્રસુતિ

પ્રસુતિ(ડીલીવરી) એક સહજ કુદરતી ક્રિયા હોવા છતા તેમાં ઘણી આંટી ઘૂટી સામેલ છે. ઘણી વાર આ ક્રિયા સહજ કુદરતી રીતે થઈ શકે તેવુ ન હોય કે શિશુને કે માતાને જોખમ હોય તો તબીબી નિષ્ણાતો શિશુને માતાના પેટ અને બાદમાં ગર્ભાશય પર કાપો મૂકીને એક શસ્ત્ર ક્રિયા દ્વારા બાહર કાઢે છે. આ ક્રિયા- ઓપરેશન ને સીઝેરીયન સેક્શન કહે છે.

 
JPAGE_CURRENT_OF_TOTAL

Gujarati website for parenting and motherhood