• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

માતા પિતા બનવાનું વિચારો એ પહેલા


અભિજીત અને સોનલ (મુંબઈથી) અમારા લગ્નને સવા વર્ષ થયુ અત્યાર સુધી કુટુંબ નિયોજન કર્યા બાદ હવે અમો બાળક ઈચ્છીએ છીએ તો અમારે શું કોઈ તૈયારી કે ટેસ્ટ પહેલા કરાવી લેવા જોઈએ કે કેમ ?

અમારો ઉત્તર - ખૂબ સુંદર અને સમજુ સવાલ પૂછવા બદલ અભિનંદન ! મોટાભાગના લોકો બાળક માટે વિચારતા પહેલા કોઈ જ તૈયારી કે જરુરી તપાસ કરતા નથી અને આથી જ ઘણી બધી વખત મુશ્કેલીનો સામનો કરે છે. આમાંથી ઘણી માત્ર થોડી તકેદારીથી કે સાવધાની થી ટાળી શકાય છે. નીચેના પગલાઓ એક આદર્શ સંતાન પ્રાપ્તિ પૂર્વેની તૈયારી રુપે કરી શકાય.

સંતોત્પતિ સમયે માતા અને પિતાની ઉંમર – માતા અને પિતાની ખૂબ નાની કે વધુ મોટી વય સંતાન પ્રાપ્તિ અને ત્યારબાદ ના ઉછેર માં મુશ્કેલ રુપ બની શકે છે. 18 વર્ષથી નાની વયે સ્ત્રીને જો સગર્ભાવ્સ્થા આવે તો માતાને ઘણી મેડીકલ મુશ્કેલી અને સામાજીક મુશ્કેલી ભોગવવી પડે અને નાની ઉંમરની અણસમજ શિશુ ના ઉછેર માં પણ મુશ્કેલી સર્જે છે. જ્યારે આવી સ્ત્રીનુ પોષણ પણ જો અધૂરુ હોય તો બાળક અધૂરા મહિને કે કુપોષિત આવવાની પણ સંભાવના રહે છે.  આમ સરવાળે માતા અને શિશુ બન્ને માટે મુશ્કેલ બની રહે છે. જ્યારે માતાની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોય તો માતાને સગર્ભાવસ્થા દરમ્યાન પ્રસુતિ ને લીધે થતુ હાઈ બ્લ્ડ પ્રેશર કે ડાયાબીટીશ થવાની સંભાવના વધે છે અને શિશુમાં જનીનીક ખોડખાપણ જેવીકે ડાઉન્સ સીંડ્રોમ વિ. થવાની સંભાવના ખૂબ વધી જાય છે. આમ સગર્ભાવસ્થા મેળવવાનો આદર્શ સમય સ્ત્રી માટે 22થી 34 વર્ષ ગણી શકાય.

પિતાની મોટી ઉંમર શિશુને ઘણા જનીનીક રોગ થવાની સંભાવના વધારી દે છે.  પિતાની નાની ઉંમર હોય તો આર્થિક અસલામતી કે વ્યવહારીક અણસમજ બાળ ઉછેર માં અનેક મુશ્કેલી સર્જી દે છે.

માતા અને પિતાનું આરોગ્ય – સ્વસ્થ માતા જ સ્વસ્થ શિશુને જન્મ આપી શકે છે. આથી સંતોત્પતિ માટે તત્પર થયેલા માતા પિતાનું શારીરીક-અને માનસિક આરોગ્ય સ્વ્સ્થ હોય તે જરુરી છે. આ માટે બંને ની મેડીકલ તપાસ થવી જોઈએ. જેમ કે માતાની ઉંચાઈ – વજન – બ્લડપ્રેશર – ડાયાબીટીસ –થાઈરોઈડ અને પ્રજનન અંગો ની સામાન્ય શારીરીક રચના અને કાર્ય પ્રણાલિ વિશે તપાસ થવી જોઈએ. માતા અને પિતાની બ્લ્ડગ્રુપ અને અન્ય રોગ જેવાકે હીપેટાઈટીસ બી- એચ.આઈ.વી. અને સીફિલીસ વિ. માટે તપાસ થવી જરુરી છે. જેથી આવનારા શિશુમાં આ રોગ અટકાવી શકાય.

આ સિવાય જો માતા ને પહેલેથી કોઈ રોગ હોય જેમ કે હાઈપરટેંશન-ડાયાબીટીસ- ખેંચ-હૃદયને લગતી કોઈ બિમારી-લોહીને સંબધી કોઈ રોગ- ખેંચની બિમારી તો તેના વિશેની તમામ વિગત અને દવા સાથે નિષ્ણાતને મળી ને તેની ચર્ચા કરશો.

જનીનિક અને વારસાગત રોગ અને ખોડખાપણૉ – ઘણા રોગ કુટુંબ માં વારસાગત રીતે ચાલ્યા કરતા હોય છે અને તેનું વધુ પ્રમાણ જે પરિવારોમાં લોહીની સગાઈમાં કે સગપણમાં અંદર અંદર લગ્ન થાય ત્યાં વધુ જોવા મળે છે. કેટલાક રોગો કે જે સામાન્ય રીતે ખૂબ વ્યાપ્ત હોય તો આવુ સગપણ ન હોય તો પણ થવાને સંભવ રહે છે. દા.ત. થેલેસેમીયા અને સીકલ સેલ એનિમિયા. આવા રોગ માટે માતા અને પિતાનું હીમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેસીસ નામક લોહી તપાસ નિષ્ણાતની સલાહ થી કરાવવી જરુરી છે. જેથી ભાવિ શિશુમાં આ રોગ આવવાની સંભાવના જાણી શકાય અને જરુરી હોય તો અટકાવી શકાય.

માતૃપક્ષે મામાને જો લોહીના જામવાની બિમારી – હીમોફિલિયા હોય તો તેના વિશે તપાસ કરાવવી જરુરી છે કારણકે આ બિમારીના કોઈ લક્ષણો માતામાં જોવા મળતા નથી.

મોટી ઉમરે માતા બનતી સ્ત્રીઓમાં સંતાનને ડાઉન સીન્ડ્રોમ થવાનું જોખમ વધે છે. આથી અવી માતાને સગર્ભાવ્સ્થામાં શરુઆતી દોરમાં અમુક ખાસ તપાસ કરાવવી જરુરી થઈ પડશે.

જો માતા કે પિતાના કુટુંબમાં કોઈ બાળકનું આકસ્મિક મરણ થયુ હોય અથવા ગંભીર રીતે બિમાર કે મંદબુધ્ધિ વાળુ આવ્યુ હોય કે જેની બિમારી વારસાગત થવા સંભવ હોય તો તેના માટે અગાઉથી વિશેષજ્ઞની સલાહ લઈ જે-તે બિમારી તેમના ભાવિ સંતાનમાં થવાની સંભાવના ચકાસો અને જરુરી પગલા લો.

માતાનું ચેપી રોગ સામેનું રસીકરણ- ઘણા વાઈરસ થી થતા ચેપી રોગો મતાને ખાસ નુકશાન નથી પહોંચાડતા પણ જો સગર્ભાવસ્થામાં થાય તો ગર્ભસ્થ શિશુને ગંભીર ખોડખાપણ કે મૃત્યુ થવા સંભવ છે. દા.ત. રુબેલા ( નૂરબીબી) રોગ જો સગર્ભાવસ્થામાં થાય તો તેનાથી ગર્ભસ્થ શિશુને રુબેલા સીંડ્રોમ થવા સંભવ છે કે જેમાં શિશુ કુપોષિત – આંખમાં જન્મજાત મોતિયો – કાને બહેરાશ – મંદબુધ્ધિ પણુ – હૃદયની જન્મ જાત ખોડખાપણ થવા સંભવ છે. આવા તમામ રોગને માતાને સગર્ભા બનવાના ત્રણ માસ પહેલા રસીઓ આપી અટકાવી દેવાય તો આ બધુ જોખમ ટાળી શકાય છે. ઘનીવાર જો માતાને આ રોગ થઈ ચૂક્યો હોય અને તે બાબતે ચોક્ક્સતા હોય તો આ રસીકરણ જરુરી નથી બનતુ જો માહિતી અચોક્ક્સ હોય તો આ રોગ વિશે લોહી તપાસ કરાવી જાણી શકાય કે માતાને અગાઉ આ રોગ થયેલ હશે કે નહિ.

કેટલીક રસીઓ જે માતાને સગર્ભા બનવાનું વિચારો તેના ત્રણ માસ પહેલા આપવી કે તે રોગ વિશે ચોક્ક્સ માહિતી મેળવી લેવી. આ રસીઓ જીવિત રસીઓ હોઈ તે સગર્ભા માતાને આપી શકાય નહિ. તથા આ રસીઓ લીધાના ત્રણ માસ ( 12 અઠવાડીયા) સુધીમાં સગર્ભાવસ્થા ટાળવી જોઈએ કે ન થવી જોઈએ નહિતો  શિશુને રસીનાજ વાઈરસથી નુકશાન થવા સંભવ છે.

1. રુબેલા ( નૂરબીબી rubella) – ભારતીય બજારમાં  રસી -ઉપલબ્ધ

2. વેરીસીએલા ( અછબડા chickenpox) -ભારતીય બજારમાં  રસી -ઉપલબ્ધ

આ રસીઓ આદર્શ રીતે તો કિશોર અવસ્થામાં કે બાળપણ માં યોગ્ય રસીકરણમાં લેવાયેલી હોવી જોઈએ.

કેટલીક સામાન્ય વપરાશ ની દવાઓ કે જે સગર્ભા થવાનું વિચારો તે પહેલા રોજીંદા વપરાશ બંધ કરવી પડશે.

- આઈબ્રુપ્રોફેન દવાઓ ( પ્રચલિત નામ બ્રુફેન – કોમ્બીફ્લામ વિ. )

- નેપ્રોક્સેન દવા ( આ દવા સાધાના દુઃખાવા વિ. માં વપરાય છે.)

- બિન જરુરી એવો વિટામીન નો વધુ ડોઝ

- ઘરગથ્થુ કે આયુર્વેદીક ઓસડીયા ( જે ડોક્ટર ની સલાહ વગર લેતા હો )

- ખેંચ/વાઈ  ની કેટલીક દવાઓ

કેટલીક દવાઓ જે સગર્ભા બનવાનું વિચારો કે ચાલુ કરવી ફાયદાકારક છે.

- ફોલિક એસિડ ( 1 મિગ્રા)

- વિટામીન બી- 12

ઉપરોક્ત દવાઓ ન્યુરલ ટ્યુબ ડીફેક્ટ જેવી જન્મજાત ખોડખાપણ અટકાવે છે.

દાંતની તપાસ અને જાળવણી

સગર્ભાવસ્થામાં ઘણા બહેનોને દાંત ની તકલીફ સર્જાય છે અને તેવા સમયે સડો કે દુઃખાવો અટકાવવા જરુરી ઘણી દવાઓ આપી પણ નથી શકાતી કે અન્ય સારવાર યોગ્ય રીતે આપી શકાતી નથી. આ પરિસ્થિતી અટકાવી શકાય જો સગર્ભાવ્સ્થા પહેલાજ આ દાંત ની તપાસ કરાવી લેવાય અને તેની જરુરી સારવાર લઈ લેવામાં આવે. આ માટે એક વખત દાંતના ડોક્ટર (ડેન્ટીસ્ટ) પાસે ચોક્ક્સ તપાસ કરાવશો.

યોગ્ય આહાર અને નિત્ય ક્રમ

શક્ય હોય ત્યાં સુધી માત્ર તાજો ગરમ આહાર લેવાનો આગ્રહ રાખો. વાસી કે જંક ફૂડ ટાળો.

લીલા શાકભાજી- ક્ઠોળ – ગોળ વિ. નું સેવન સગર્ભાવ્સ્થામાં લોહ તત્વની ઉણપ અટકાવશે. દરેક ફળ કે શાકભાજીને ખાવાના પ્રયોગમાં લેતા પહેલા સૌપ્રથમ પાણી થી ખૂબ સાફ કરશો.

તાજા ફળો – દૂધ – અને ફોર્ટીફાઈડ આહાર વિટામીનની ઉણપ અટકાવશે. ઉકાળ્યા વગરનું કાચુ દૂધ પ્રયોગમાં ન લો.

રોજીદા 1.5થી 2 લિટર પાણી પીવાનું રાખો.

કોફી - ચા વિ. બે કપથી વધુ ન લો. સોફ્ટ ડ્રિંક્સ પણ કેફીન રહિત હોય તે ખાસ દરકાર લો.

વધુ ચીકણા –ઘી –તેલ કે કેલરી ધરાવતા પદાર્થો થી દૂર રહો.

તમાકુ- આલ્કોહોલ – સિગરેટ કે નશાકારક દવાનું સેવન ન કરો.

રોજ રાત્રે 6-8 કલાક પૂર્ણ ઉંઘ કરો.

ઓછામાં ઓછુ 30 મિનિટ રોજીંદા યોગ - વ્યાયામ અને પ્રાણાયામ કરો.

કેટલીક વસ્તુ જેનો સંપર્ક ટાળૉ.

-પાલતુ પ્રાણીઓ ( કૂતરા –બિલાડી – ઉંદર-ગિનીપીગ) વિ.

-પેઈંટ થીનર – ઓઈલ કલર- જંતુ નાશક દવાઓ અને સ્પ્રે

-રેડીયેશન – એક્સ-રે – સી.ટી.સ્કેન

કેટલુંક આગોતરુ આયોજન

1.આર્થિક – સગર્ભાવ્સ્થા અને સંભવિત પ્રસુતિ ના ખર્ચ નું આયોજ્ન વિચારી લેશો.

2.સામાજીક – પ્રસુતિ કયા સ્થલે કરાવશો અને કોણ ઉપલબ્ધ રહેશે.

3.કામકાજી – માતાને ઓછો શ્રમ પડે તેવી નોકરી પસંદ કરશો. મેટર્નીટી અને પેટરનીટી લીવ વિ. વિશે જાણકારી મેળવો.

4.માનસિક – આવનાર શિશુ માટે અને સગર્ભાવ્સ્થામાં થનાર બદલાવ વિશે.

ઠીક છે ત્યારે .... ઓલ ધ બેસ્ટઆ લેખ વિશે તમારી ગમતી સોસીઅલ વેબસાઈટ પર તમારા મિત્રો ને જણાવો...
Reddit! Del.icio.us! Mixx! Free and Open Source Software News Google! Live! Facebook! StumbleUpon! TwitThis Joomla Free PHP
 

Comments  

 
0 #2 Vimal 2012-01-21 20:19
Very useful information. Thanks.
Quote
 
 
0 #1 Dhwani Bhatt 2011-08-09 15:36
very good info Dr. Thanks for sharing
Quote
 

Add comment


Security code
Refresh